News Portal...

Breaking News :

અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં મંદી ૧૩૧ પ્લોટમાંથી ૨૫ ટકા પ્લોટમાં કામકાજ શરૂ

2024-06-22 10:02:06
અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં મંદી ૧૩૧ પ્લોટમાંથી ૨૫ ટકા પ્લોટમાં કામકાજ શરૂ


એશિયાનું મોટું શીપ બ્રેકિંગ યાર્ડ અલંગ હાલ મંદીના સૌથી લાંબા સમય માંથી પસાર થઈ રહ્યું છે. અલંગમાં ભાંગવા માટે આવતા શીપોથી ઘટતી જતી સંખ્યા પાછળ અનેક વિશ્વના કારણો જવાબદાર છે. 


બીએસઆઈનો કાયદો, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની હરિફાઈ જેવા અનેક કારણોને લીધે અલંગ પોતાના અસ્તિત્વ સામે ઝઝુમી રહ્યું છે.ભાવનગરમાં ગણ્યાગાંઠયા ઉદ્યોગો રહ્યાં છે તેમાંનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ અનેક લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી આપી રહ્યો હોવાથી અલંગની મંદી અનેક લોકોને અસર કરી રહી છે. છેલ્લા દોઢેક વર્ષથી અલંગમાં આવતા શીપોની સંખ્યા  ઘટી રહી છે.અલંગની સ્થાપના બાદથી અત્યાર સુધીના ૪૧ વર્ષમાં હાલના સમયમાં શીપ બ્રેકિંગ ઉદ્યોગ સૌથી લાંબી મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી અલંગ અલંગમાં ભંગાવવા માટે આવતા શીપોની સંખ્યા ઘટી છે. ભાવનગરમાં ગણ્યાગાંઠયાં ઉદ્યોગો બચ્યાં છે તેમાંનો સૌથી મોટો ઉદ્યોગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ છે. અનેક લોકો શીપ બ્રેકિંગ ઉદ્યોગમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મેળવે છે. 


પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી અલંગમાં આવતા શીપોની ઘટતી સંખ્યા ચિંતા વધારનારી છે. હાલની પરિસ્થિતિએ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં કુલ ૧૩૧ પ્લોટમાંથી આશરે ૨૫ ટકા પ્લોટ જ શરૂ છે અને તેની પાછળનું કારણે છે ઘટતી જતી શીપોની સંખ્યા, અત્યાર સુધીમાં અલંગે અનેક મંદીનો સામનો કર્યો પરંતુ આ મંદી સૌથી લાંબી ચાલી છે. વર્ષ ૨૦૦૮માં આવેલી આર્થિક મંદીથી સ્ટીલ માર્કેટ તુટયું હતું અને શીપ બ્રેકિંગ ઉદ્યોગને આર્થિક નુકસાન થયું હતું. જે પછી વર્ષે ૨૦૧૫માં માર્કેટ અને ડોલરના ભાવના લીધે અલંગમાં જહાજોનો ફ્લો ૪-૫ મહિના ઘટયો હતો. પરંતુ તે બાદ અત્યારે અલંગમાં મંદીનીપરિસ્થિતિનું નિર્માણ થયું છે તે ખુબ લાંબો સમય ચાલ્યું છે.

Reporter: News Plus

Related Post