ડીસા : બનાસકાંઠાના ડીસા બ્લાસ્ટ કેસમાં માલિક દીપક મોહનાણી અને પિતા ખૂબચંદને પોલીસે દબોચ્યાછે.આરોપી દીપકને પોલીસે ઈડરથી પકડી પાડ્યો ફટાકડાની ફેક્ટરીનો માલિક છે દીપક મોહનાણી 2021થી ગેરકાયદે ફટાકડા ફેક્ટરી ચલાવતો હતો.

દીપક ડીસા બ્લાસ્ટ કેસમાં પિતા ખૂબચંદની LCBએ કરી ધરપકડ કરી છે.LCBએ ગણતરીના કલાકોમાં જ દીપકને પકડી પાડ્યોઈડર મહારાણા પ્રતાપ ચોક પાસેથી કારમાંથી ઝડપાયો છે.દીપકના પિતા ખુબચંદ મોહનાણી અન્ય કારમાં ફરાર થયા હતા. સાબરકાંઠા ઇડર મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી મુખ્ય આરોપી દિપક મોહનાણીને પકડ્યો છે. દીકરો પકડાયો છે કિન્તુ બાપ હજુ ફરાર છે. બોર્ડર રેન્જ IG અને SP બનાસકાંઠા દ્વારા SITનું ગઠન કરવામાં આવ્યું છે. SITના ગઠન બાદ તપાસ હાલ ચાલુ છે.બનાસકાંઠાના ડીસામાં પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ અને આગના કારણે અનેક શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. 18 શ્રમિકો બાદ વધુ 3 શ્રમિકોના મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે. ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફેલાઇ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા હતા. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે.ડીસા દુર્ઘટનામાં SITની રચના કરવામાં આવી છે. જેમાં ડીવાયએસપીની આગેવાનીમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સામેલ કરાયા છે. ડીવાયએસપી સી.એલ. સોલંકી, પીઆઈ વી.જી.પ્રજાપતિ, પીઆઈ એ.જી. રબારી, પીએસઆઈ એસ.બી. રાજગોર અને પીએસઆઈ એન.વી. રહેવારને SITમાં સામેલ કરાયા છે.
પીડિતો અને મૃતકોને સહાય જાહેર મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની સહાય જાહેર કરાઈ છે. જ્યારે ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાય જાહેર કરાઈ છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને મંત્રી બળવંત સિંહ રાજપૂત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે મંત્રીઓ અને અધિકારીઓને બેઠક યોજાઈ હતી. બીજી તરફ ફેક્ટરીમાં કામ કરતા એક યુવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ, ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. 200 મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો, જે હટાવવા માટે JCBની મદદ લેવાઈ હતી. વિસ્ફોટના કારણે ગોડાઉનની છત પણ ધરાશાયી થઈ ગઈ હતી. પાંચ જેટલા શ્રમિકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.મૃતકો મધ્ય પ્રદેશના હોવાનું અનુમાન તમામ મૃતકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું અનુમાન છે. મળતી માહિતી પ્રમાણે આ શ્રમિકો હાલમાં જ પૈસા કમાવવા માટે અહીં જોડાયા હતા અને મજૂરી કરતા હતો. મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું છે, કે 'આજે સવારે અમને ડીસાના ઔદ્યોગિક ક્ષેત્રમાં ભયાનક વિસ્ફોટની જાણકારી મળી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્ત શ્રમિકોને હોસ્પિટલ લઈ જવાયા છે. વિસ્ફોટના કારણે ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો.'
Reporter: admin







