News Portal...

Breaking News :

આગામી રામનવમી અને રમઝાન ઇદને ધ્યાનમાં રાખીને રાવપુરા તેમજ નવાપુરા વિસ્તારના શાતિ સમિતીના સભ્યો સાથે ડીસીપી ઝોન -2 દ્વારા બેઠક

2025-03-29 16:37:08
આગામી રામનવમી અને રમઝાન ઇદને ધ્યાનમાં રાખીને રાવપુરા તેમજ નવાપુરા વિસ્તારના શાતિ સમિતીના સભ્યો સાથે ડીસીપી ઝોન -2 દ્વારા બેઠક


આગામી તા. 06 એપ્રિલના રોજ રામનવમી અને રમઝાન ઈદ્દના તહેવારને લઇને શહેરમાં શાંતિ અને સોહાદપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટેની વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા સંયુકત પોલીસ કમિશ્નર  લીના પાટીલ તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા સુચના આપેલી હોય તે આયોજનના ભાગરૂપે આજરોજ "ઝોન-2 ડી.સી.પી. અભય સોનીની અધ્યક્ષતામાં શહેરના નવાપુરા તથા રાવપુરા  વિસ્તારના આગેવાનો સાથે "શાંતિ સમિતિ મીટિંગ"નું આયોજન કરવામાં આવ્યું હતું 


જેમાં તમામ આગેવાનો હાજર રહ્યા હતાં અને આવનાર તહેવાર ખૂબ શાંતિથી પૂર્ણ થાય તે બાબતે ઝોન-2  અભય સોની દ્વારા સૂચના આપવામાં આવી હતી જેમાં આગેવાનોએ પણ શાંતિથી તહેવાર પૂર્ણ થાય તે બાબતે સહકાર આપવા ખાત્રી આપી હતી આશરે 50 જેટલા આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે ડીસીપી ઝોન -2 અભય સોનીએ લોકોને અપીલ કરી હતી કે, કોઇપણ પ્રકારના ફેક મેસેજથી બચવું અને પોલીસનું ધ્યાન દોરવું.ફેક મેસેજના પોતે કરવા ના ફેલાવવા તથા આ બાબતે દરેક સંગઠનો તથા તેમના આગેવાનો પણ ખાસ ધ્યાન આપે તેમ જણાવાયું હતું.

Reporter: admin

Related Post