News Portal...

Breaking News :

ડભોઇ નગરપાલિકા દ્વારા પીએમ ઇન્ટરશીપ યોજનાની કામગીરી હાથધરાઈ

2025-04-05 22:13:15
ડભોઇ નગરપાલિકા દ્વારા પીએમ ઇન્ટરશીપ યોજનાની કામગીરી હાથધરાઈ




 ડભોઇ : નગરપાલિકા દ્વારા પીએમ ઇન્ટરશીપ યોજના હેઠળ દેશની ટોચની  કંપનીઓમાં ઇન્ટરશીપમા જોડાવા માટે અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા યુવક- યુવતીઓને એક વર્ષની ઇન્ટરસિટી ની તકો પૂરી પાડવા માટે આ ઇન્ટરશીપ યોજનામાં જોડાવા ડભોઇ નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલ છે. 
 


  • આ ઇન્ટરશીપ યોજના હેઠળ એક વર્ષના સમયગાળા માટે પ્રતિ માસિક રૂપિયા 5000 નું સ્ટાઇપેડ અને રૂપિયા 6,000 ની વન ટાઈમ નાણાકીય સહાય પણ સરકાર તરફથી ચૂકવવામાં આવશે.
  •  


આ યોજનામાં ધોરણ 10 પાસ કે તેથી વધુ અભ્યાસ કરેલ તમામ યુવક યુવતીઓ આ ઇન્ટરશીપ યોજનામાં જોડાવા માટે ઈચ્છતા ઉમેદવારોની પાત્રતા ની વયમર્યાદા 21 થી 24 વર્ષની હોવી જોઈએ તેમજ ઉમેદવારના પરિવારની વાર્ષિક આવક ₹8,00,000 થી ઓછી હોવી જોઈએ. ઉમેદવારના પરિવારના અન્ય સભ્ય સરકારી નોકરી ન ધરાવતા હોવા જોઈએ. આ પીએમ ઇન્ટરનશીપ યોજનામાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાના જરૂરી આધાર પુરાવા લઈ ડભોઇ નગરપાલિકા ખાતે આજીવિકા શાખા નો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. આ યોજનામાં જોડાવાની છેલ્લી તારીખ 15 મી એપ્રિલ 2025 હોય ડભોઇ નગરપાલિકા દ્વારા નગરમાં રિક્ષા ફેરવી સદર યોજના અંગે લોકોને માહિતગાર કરી વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકોને આ યોજનાનો લાભ પહોંચાડવા અર્થે કામગીરી આરંભી છે.

Reporter: admin

Related Post