આશરે દોઢ વર્ષ ઉપરાંત સમય દરમિયાન ડભોઇ તાલુકાના સિતપુર ગામે પુરુષનું મર્ડર થયું હતું જેમાં આરોપી તરીકે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી
ટ્રાયલ આરોપી તરીકે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા અને વકીલની ધારદાર દલીલો રજૂઆતોના પગલે સિનિયર વકીલ આરીફ મકરાણીના માર્ગદર્શન હેઠળ તેઓના જુનિયર વકીલ સુનિલભાઈ વસાવાની દલીલોને ગ્રાહીય રાખીને શંકાનો લાભ આપી નિર્દોશ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. ડભોઇ તાલુકાના સિતપુર ગામે ચકચારી બનેલા મર્ડર કેસ તા.૧૮/૧૨/૨૦૨૨ના રોજ ગામ સિતપૂર તા.ડભોઈ જી.વડોદરામા મરણજનાર જયેશભાઈ નારણભાઈ રોહિતનું મૃત્ય થયેલ હતું.
જે આરોપીના વાડામાં મૃતદેહ મળી આવ્યો હતો જેના અનુસંધાને ડભોઈ પોલીસે આરોપી કૈલાશબેન કમલેશભાઈ વસાવા વિરુદ્ધ ઈ.પી.કો કલમ ૩૦૨,૧૧૪ મુજબ ગુનો રજિસ્ટર થયેલ જે બાદ ડભોઈ પોલીસે મેં.ડભોઈના એડી.ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સજજ સાહેબનીં કોર્ટમા ચાર્જશીટ દાખલ કરેલ જે બાદ કેસનો ટ્રાયલ આરોપી તર્ફે વકીલ સુનિલ વસાવા તેઓના સિનિયર વકીલ આરીફભાઇ મકરાણીના માર્ગદર્શન હેઠળ ટ્રાયલકેસ ચલાવેલ જેમાં આરોપીના વકીલ સુનિલ વસાવાનાઓની ધારદાર દલીલોને ગ્રાહીય રાખીને કોર્ટએ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.
Reporter: admin