કોલકતામાં હાલ એક રેપની ઘટના બની છે, જેનો રોષ દેશભરમાં જોવા મળ્યો છે.
ત્યાં હાલ એક બીજી ઘટના બની છે. જેમાં એક બાઈક સવારે સવારના સમયમાં એકટ્રેસ પાયલ મુખર્જીની કાર પર પથ્થર મારીને કાંચ તોડી નાખી એકટ્રેસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બંગાળી એકટ્રેસે આ પુરી ઘટના પોતાના ફેસબુક પર લાઈવ બતાવી હતી. જે વિડીઓમાં એકટ્રેસ રડતા રડતા આ ઘટના વિશે કહી રહી હતી અને તૂટેલા કાચ બતાવી રહી હતી. આવી ઘટનાઓ થતા કોલકતા મહિલાઓ માટે સુરક્ષિત નથી એ સાબિત થાય છે.
પાયલ મુખર્જીએ વધુ માહિતી આપી કે બાઈક સવારે તેને કાચ ખોલવા કહ્યું, પણ તેને ખોલ્યો નહીં. પછી બાઈક સવારે વિન્ડો પર મુક્કો માર્યો અને કાચ તોડી નાખ્યો. કાચના ટુકડા રસ્તા પર પડ્યા હતા. એક્ટ્રસે પોતાના લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન પોલીસને ટેગ કર્યા અને પોલીસેને જાણ કરી અને મદદ માંગી. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.અને બાઈક સવારની તાત્કાલિક ધરપકડ કરી હતી. પાયલ મુખર્જીએ આ આખી ઘટના સ્ટ્રીમિંગ કરી પોસ્ટ કરી હતી અને રડતા રડતા આખો બનાવ કીધો હતો. કોલકાતા પોલીસે તાત્કાલિ ઘટના સ્થળ પર પહોંચી બાઈક સવારની ધરપકડ કરી હતી .
Reporter: admin