News Portal...

Breaking News :

રેલમ વાવાઝોડું ગુજરાત માટે જોખમી થઇ શકે છે.

2024-05-27 17:16:56
રેલમ વાવાઝોડું ગુજરાત માટે જોખમી થઇ શકે છે.


ગુજરાત સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે જેના લીધે  દર વખતે  દરિયાઈ  તોફાન નો સામનો કરવો પડે છે.ગુજરાત સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે.જ્યાં અરબ સાગર છે. અરબ સાગર સામાન્ય રીતે બંગાળની ખાડીની સરખામણી માં વધુ શાંત રહે છે



મોટાભાગે બંગાળની ખાડીમાં  વાવાઝોડા આવતા અત્યાર સુધી જોવા મળ્યા છે,પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અરબ સાગરમાં વાવાઝોડા આવવાનો દર અને તીવ્રતા વધી રહી છે.વધુ માહિતી મુજબ અરબ સાગરમાં વધતા તાપમાન,તીવ્રતા,અને તેના કારણે પડતા ભારે વરસાદને કારણે થતું નુકસાન સમસ્યા બની રહ્યું છે.સામાન્ય રીતે ગુજરાત માં જૂન મહિના દરમિયાન ચોમાસુ બેસે છે અને ઓક્ટોબર-નવેમ્બરમાં દક્ષિણ પશ્ચિમ મોનસૂનના અંતમાં વાવાઝોડા આવતા હોય છે. 


ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોમાં ચક્રવાતી તોફાનોની સંખ્યા વધવા થી નિષણાંતો નુ કેહવુ છે કે સમુદ્રમાં બનતા તોફાન થી  ઉપરના વાતાવરણમાં હવા તોફાનની દિશા નિર્ધારિત કરે છે. અરબ સાગરમાં જે વાવાઝોડા સર્જાય છે તેની દિશા ગુજરાત તરફ હોય છે. ગુજરાતમાં 35 થી  વધારે નાના મોટા બંદરોથી રોજનો માલ સામાન આયાત-નિકાસ થાય છે.સમુદ્રી વાવાઝોડાની વધતી જતી સંખ્યાથી માત્ર વેપાર જ નહીં પરંતુ કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોની આજીવિકા અને જીવનને પણ જોખમ પહોંચે છે. ગત વર્ષે બિપરજોય તોફાને કારણે પણ ગુજરાતન નુકસાન પહોંચ્યું હતું.

Reporter: News Plus

Related Post