News Portal...

Breaking News :

ડભોઇ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-2024 અંતર્ગત સાયકલ બાઈક રેલી યોજાઈ

2024-09-21 13:59:41
ડભોઇ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-2024 અંતર્ગત સાયકલ બાઈક રેલી યોજાઈ


ડભોઇ : ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરની મળેલ આદેશ અનુસાર બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ગુજરાતમા સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. 


આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ 17 સપ્ટેમ્બર 2024 થી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા 2024 પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે ડભોઇ નગરપાલિકા દ્વારા રોજેરોજ વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો નું આયોજન  કરવામાં આવે છે.તારીખ 21 સપ્ટેમ્બર ના રોજ ડભોઇ નગરપાલિકા દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશન થી નગરના મુખ્ય માર્ગ પર થઇ આંબેડકર ચોક સુધી સાયકલ - બાઈક રેલીનું આયોજન  કરવામાં આવેલ હતું. 


જેમાં ચીફ ઓફિસર  જયકિશન તડવી, પોલીસ ઈંસ્પેક્ટર  કે. જે. ઝાલા તથા પોલીસ સ્ટાફ તેમજ ડભોઇ નગરપાલિકા ના સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા, મેનજર  મહેશભાઈ પરમાર, વૈભવ આચાર્ય, જલ્પાબેન રાણા, રાજુભાઈ વસાવા તથા ડભોઇ નગરપાલિકાના કર્મચારી મોટી સંખ્યામાં સાયકલ અને બાઈક લઇ રેલીમાં જોડાઈ સ્વચ્છતા જાગૃતિ અંગે સુત્રોચાર કરવામાં આવ્યા તેમજ શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતો. જોડાયેલા તમામ મહાનુભાવો તથા પોલીસગણ દ્વારા રેલી યોજી નગરપાલિકા મુખ્ય રોડ પર રેલી યોજી સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમ દ્વારા લોકોને પોતાના ઘરની આસપાસ, મહોલ્લામાં તથા સમગ્ર ડભોઈ શહેરમાં સ્વચ્છતા રાખી સ્વચ્છ ડભોઇ, સ્વસ્થ ડભોઇ બનાવવા હાંકલ કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post