વડોદરા : ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ દ્વારા યોજાતી પ્રેરણા:ધી ઈમેન્સિપેશન એ દિવ્યાંગજનો માટેની એશિયાની સૌથી મોટી ઇવેન્ટ છે.
દિવ્યાંગજનોના મનોબળને પ્રબળ કરતી તથા જીવનમાં કાંઈક કરી બતાવવા માટે તૈયાર કરતી "પ્રેરણા" ઇવેન્ટને યુનેસ્કો તરફથી ૬ વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયો છે તથા લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં પણ પોતાનું અભૂતપૂર્વ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત, વિશ્વવિખ્યાત નેતા એવા નરેન્દ્રભાઇ મોદી તરફથી અપ્રિશીએશન લેટર પ્રાપ્ત થયેલ છે. તદુપરાંત, ગૌરવવંતી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તરફથી પણ શુભેચ્છા પત્ર પ્રાપ્ત થયો છે. આ વર્ષે પ્રેરણા: ધી ઈમેન્સિપેશન ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ ધી ડાયરીસ ઓફ ઈનવેસ્ટીગેટર્સ : ફ્રોમ ક્લૂટ્રુથ. થીમ સાથે યોજાઈ હતી.
જેમાં સમગ્ર ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગને થીમ ને અનુસંધાનમાં સુશોભિત કરવામાં આવી હતી. ડી. એ. સ્પોર્ટ્સ એ ૨૧મી રોજ યોજવામાં આવી હતી. જેમાં પેરાટાઈક્વાંડો અને પેરાસિટિંગ વૉલીબૉલનું કલાભવન ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેરાસિટિંગ વૉલીબૉલમાં ધડથી નીચેનો કોઈપણ ભાગ જમીન સાથે સ્પર્શ થતો હોવો જોઈએ. પેરાટાઈક્વાંડો રમત પગ વડે રમાય છે જેમાં જેટલી વધુ તાકાત સાથે નિશ્ચિત જગ્યાએ મારવામાં આવે તો તે મુજબ ના પોઇન્ટ મળે છે.પેરાસિટિંગ વૉલીબૉલ રમત રમવા સુરતથી ટીમ આવી હતી. જેમણે રાષ્ટ્રીય કક્ષાની રમતમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.
Reporter: admin