આ શાક બનાવવા માટે 300 ગ્રામ ભીંડા, 300 ગ્રામ કેપ્સિકમ, તેલ જરૂર પ્રમાણે, અડધી ચમચી જીરું, ચપટી હિંગ, અડધી ચમચી હળદર, બે ચમચી ધાણાજીરું, 50 ગ્રામ કોપરાનું છીણ, 200 ગ્રામ ચોપ કરેલ કોથમીર, મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.
ભીંડાને કાપીને તળી લેવા અને સાથે કેપ્સિકમને પણ કાપીને તળી લેવા. ગેસ પર કઢાઈમાં તેલ મૂકી તેમાં જીરું અને હિંગનો વઘાર કરવો. હવે તેમાં આદુ મરચા, હળદર, મીઠુ, ધાણાજીરું, કોપરાનું છીણ, કોથમીર ઉમેરી ભીંડા અને કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી લેવું. ધીમી આંચ પર એક મિનિટ બધું મિક્સ કરી શાક ઉતારી લેવું. આ શાક ખાવામાં ખુબ સ્વાદિષ્ટ લાગે છે.
Reporter: admin