વડોદરા : ફોરેકસમાં ટ્રેડ કરવાના બહાને ઠગાઇ કરતી વડોદરાની ટોળકીના 4 શખસોની વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે.
આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરામાં રહેતા ફરિયાદી સાથે 20% પ્રોફિટ આપવાની લાલચ આપીને ભેજાબાજોએ 75.37 રૂપિયા છેતરપિંડી કરી હતી. ટેલિગ્રામ પર ઓનલાઇન ટ્રેડિંગનો મેસેજ આવ્યો હતોસાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે, તેઓને ટેલિગ્રામ પર ઓનલાઇન ટ્રેડિંગ અંગેનો મેસેજ આવ્યો હતો.
તેઓને જણાવ્યું હતું કે, તેઓ ઓનલાઇન ટ્રેડિંગ કરે છે અને 10થી 20% પ્રોફિટ મેળવે છે. તેઓએ ફરિયાદીને ઓનલાઇન ટ્રેડિંગમાં સારો પ્રોફિટ મેળવવા માટે વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ફરિયાદીએ મળેલી ટિપ્સ આધારે ટ્રેડિંગ ચાલુ કર્યું હતું અને નફો વિડ્રો કર્યું હતું. જેથી ફરિયાદી વિશ્વાસમાં આવી ગયા હતા.
Reporter: admin