વડોદરાના અટલાદરા ખિસકોલી સર્કલ પાસે ક્લાલીથી માંજલપુર જવાનાં રસ્તે વિશ્વામિત્રી નદીમાં એક અજાણ્યા ઈસમનો મૃતદેહ તરતો મળી આવ્યો. ફાયર વિભાગને જાણ થતા ફાયર ફાયટરોએ મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો. અટલાદરા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીના કિનારે અનેક નગરો વસે છે. ત્યારે કલાલી ફાટક નજીક વિશ્વામિત્રી બ્રિજ નીચે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. અજાણ્યા ઈસમનો મૃતદેહ પાણી પર તરતો દેખાતા લોકટોળા એકઠા થઇ ગયા હતા. જેના બાદમાં આ અંગે અટલાદરા પોલીસ અને ફાયર વિભાગની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા નદીમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ અટલાદરા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં આ મૃતદેહ કોનો છે અને તે વિશ્વામિત્રી નદીમાં કેવી રીતે આવ્યો તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે.
Reporter: News Plus