સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં તમામ ધર્મના લોકો જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ ઇસાઇ પારસી, પંજાબી, મરાઠી, સહિતના લોકો હળીમળીને રહે છે જેમાંના ઘણા બીજા રાજ્યોમાંથી અહીં વસવાટ કરી અર્થોપાર્જન કરી રહયાં છે.
સંસ્કારી નગરીએ તમામ ધર્મ જ્ઞાતિના લોકોને પોતાનામાં સમાવી લીધા છે તમામ ધર્મ, જ્ઞાતિના લોકો અહીં ભાઇચારા સાથે ધાર્મિક ઉત્સવો, પ્રસંગોને મનાવતા હોય છે. દરેક લોકો એકબીજાના તહેવારો, પ્રસંગોમાં ભળી જતાં હોય છે. અહીં ગણેશોત્સવ, નવરાત્રી, દિવાળી, મહોર્રમ, ઇદ, નાતાલ, વૈશાખી, હલ્દીકુમકુમ, દરેક ધાર્મિક અને સામાજિક પ્રસંગોને સાથે મળીને એકબીજાના પ્રત્યક્ષ અથવાતો પરોક્ષ રીતે સહયોગથી તહેવારોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આગામી દિવસોમાં મુસ્લિમ સમુદાયના ધાર્મિક પ્રસંગ એટલે મહોર્રમ પર્વ આવી રહ્યો છે ત્યારે શહેરના જે.પી.રોડ પોલીસ સ્ટેશન ખાતે તાંદલજાના મુસ્લિમ તથા હિન્દુ આગેવાનો સાથે શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવી હતી.
આ શાંતિ સમિતિની બેઠકમાં તાંદલજા વિસ્તારના ગુજરાત નેશનલ હ્યુમન રાઈટસ ઓફ ઇન્ડિયા કમિટીના પ્રમુખ ઐયુબ ભાઈ દાઢી, ઇલ્યાસ ભાઈ વાડીવાલા, સલીમભાઈ મલેક વગેરે મોહરમ તાજીયા બેસાડનાર અગ્રણી આગેવાનો હાજર રહ્યાં હતા.સાથે જે.પી. રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર સુખદેવ સગર હાજર રહી આવનાર મોહરમ પર્વ માટે માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.આ બેઠકમાં તાંદલજાના આગેવાન સૈયદ ઐયુબ ભાઈ દાઢી અને આગેવાનોએ દળ જણાવ્યું હતું કે, મોહરમ પર્વ શાંતિ અને ભાઈ ચારા સાથે મનાવવામાં આવશે.
Reporter: News Plus