આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થતા પાણીગેટ પાસે આવેલા મહાકાલી મંદિર સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી જ્યાં ભક્તોએ પૂજા અર્ચના કરી નવરાત્રીનો પ્રારંભ કર્યો હતો

આ એક મંદિર પુરાણક છે જેમાં લોકોને મનોકામના પણ પૂરી થાય છે સવારથી લાંબી ભીડ જોવા મળી હતી સાથે નવરાત્રીના દસ દિવસ અને કાર્યક્રમો યોજાશે આઠમના દિવસે હવન યોજાશે જ્યાં મંદિરના સંચાલક મેહુલ બ્રહ્મભટ્ટે જે લોકો દર્શનાર્થી આવે છે એમનું મા અંબે મહાકાલી માં મનોકામના પૂરી કરે અને ખાસ ખેલૈયા માટે પણ ગરબે ઘૂમવાની મહાકાળી તાકાત આપે સાથે શક્તિની સાથે ભક્તિ કરે સાથે જે દસ દિવસ સુધી ઉપવાસ કરે છે એમને પણ માં શક્તિ આપે એવી પ્રાર્થના સાથે નવરાત્રીની શુભેચ્છા આપી હતી




Reporter: admin







