News Portal...

Breaking News :

વિશ્વામિત્રી નદીમાં જનતાની કરોડોની રકમ સ્વાહા

2025-07-05 09:52:57
વિશ્વામિત્રી નદીમાં જનતાની કરોડોની રકમ સ્વાહા


પાલિકાના હોદ્દેદારોની સામે હાઇકોર્ટ- સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી બતાવી.
યુવા સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસે વિશ્વામિત્રીમાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો



વિશ્વામિત્રીના પટમાં માટી અને ઘાસના ધોવાણ સાથે ભાજપના નેતાઓનું પણ ધોવાણ.
શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે કરોડો રુપિયાનું આંધણ કરી દેવાયું છે પણ તે નિષ્ફળ છે. કોર્પોરેશનનાં શાસકો રૂપિયા કમાવવા માટે જ વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામને વટાવી ખાય છે, તે હવે પુરવાર થઇ ગયું છે. શહેરના સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર  કર્યો છે. શહેરના અકોટા દાંડીયા બજાર બ્રિજ નીચે કૃત્રિમ તળાવ પાસે નદીના પટ પર  ઘાસ ઉઘાડવામાં આવ્યું હતું.જેનાથી માટીનું ધોવાણ ના થાય પણ  આ જ ઘાસ અને માટી બંનેનું ધોવાણ થઇ ગયું છે. જે પુરવાર કરે છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ખાયકી થઇ છે. આ તો માત્ર અઢી કિલોમીટરના પટમાં સ્વેજલ વ્યાસે તપાસ કરી છે. પણ ખરેખર તો 24 કિમીના પટમાં તપાસ કરવામાં આવે તો કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓની પોલ ખુલી જશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદીના પટને પહોળો કરવાની કામગીરી બાદ હવે માટીનું ધોવાણ ન થાય તે માટે કોયર વોવેન પાથરાશે. પાલિકા 1.35 લાખ ચોરસ મીટરમાં કોયર વોવેન પાથરવા રૂ. 4.91 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ કોયર વોવેન આજે ખરાબ હાલતમાં છે. વિશ્વામિત્રી નદીના પટમાં માટીનું ધોવાણ અટકાવવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત "વેટીવર ગ્રાસ"નો પ્રયોગ કરવામાં આવ્યો હતો. પાલિકાના "વેટીવર ગ્રાસ" લગાવવાથી માટીનું ધોવાણ અટકશે અને પાણીનો પ્રવાહ વધશે તેવો દાવો કરાયો હતો પણ સ્વેજલ વ્યાસે સ્થળ મુલાકાત કરી વીડીયોગ્રાફી કરી ત્યારે આ ઘાસનું ક્યાંય નામોનિશાન જોવા મળ્યું ન હતું. ચોમાસાની સિઝનના પહેલા જ વરસાદમાં માટી અને ઘાસ બંનેનું ધોવાણ થઇ ગયું હતું. તે સાથે જ પાલિકાના અધિકારીઓ, મેયર, ચેરમેન તથા સત્તાપક્ષ ભાજપની આબરુનું પણ ધોવાણ થઇ ગયું છે.

 


2.5 કિલોમીટર માં જ 5,00,00,000/- રૂપિયા નો ખર્ચ અને એકજ વરસાદમાં પોલ ખુલી ગઈ...
વડોદરાની જનતા એ હવે જાગૃત થવું પડશે. કારણ કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ રહ્યો છે. નદીના પટમાં માટીનું ધોવાણ ના થાય તે માટે ઘાસ લગાવાયું હતું પણ તેનું પણ સુકાઇ જઇને ધોવાણ થઇ ગયું છે. હવે વડોદરાની પ્રજા સહન નહી કરે. જનતાએ હવે અવાજ ઉઠાવવો પડશે. કારણકે ખર્ચાયેલા કરોડો રુપિયા જનતાના છે. જનતાએ હવે સવાલ પુછવો પડશે. કોર્પોરેશનના ભાજપના શાસકો અને કોર્પોરેટરો ધારાસભ્યો કેમ અવાજ ઉઠાવતા નથી. તમને અમે ચૂંટીને મોકલ્યા છે. અમે આ મામલે હાઇકોર્ટ અને સુપ્રીમમાં જઇશું.
સ્વેજલ વ્યાસ, યુવા સામાજીક કાર્યકર

Reporter: admin

Related Post