સાવલી તાલુકામાં પોઇચા ચોકડી થી પોલીસ સ્ટેશન સુધીનો મુખ્ય માર્ગ ભારે બિસ્માર અને ખખડધજ અને થઈ જતા રાહદારી ઓ ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અને અવરજવર કરતા રાહદારીઓ તંત્ર પર ફિટકાર વરસાવતા જોવા મળી રહ્યા છે.

સાવલી તાલુકામાં ચોમાસા ની હજી એન્ટ્રી જ થઈ છે અને સિઝન નો માત્ર ૩૨૯ મિમી વરસાદ નોંધાયો છે અને મુશળધાર વરસાદ હજુ સુધી વરસ્યો જ નથી તેવામાં પોઇચા ચોકડી થી પોલીસ ચોકડી ત્યાં રોડ તૂટીને ખલાસ થઈ ગયો છે અને આ રોડમાં મસ મોટા ગાબડા પડી ગયા છે તેના પગલે રોડની ગુણવત્તા અને ઇજારેદારની કામગીરી પ્રત્યે સવાલો ઊભા થયા છે જ્યારે ભારે ખખડધજ રોડના પગલે તાલુકા જનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને તંત્ર ના વાંકે તાલુકાજનો ને ભોગવવાનો વારો આવ્યો છે હજુ તો ચોમાસાની શરૂઆત છે અને આ પરિસ્થિતિનું નિર્માણ છે તો જ્યારે ચોમાસુ બરાબર જામશે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થશે આર.એન્ડ. બી વિભાગ ની પોલ ખોલતો સાવલી નો આ ખખડધજ રોડ જીવતો જાગતો પુરાવો છે અને આર.એન્ડ.બી વિભાગ ઘોર નિદ્રા માંથી જાગે અને રોડ ની મરામત કરાવે તેવી માંગ ઉઠી છે

ભારે ટ્રાફિક થી ધમધમતો અને રોજનાં હજારો માલ વાહક વાહનો થી વ્યસ્ત રોડ પર ખાડા પડી જતા તાલુકા જનો ને ભારે આપદા ભોગવવાનો વારો આવ્યો છે ખાસ કરીને બાઇક ચાલકો અને રીક્ષા ચાલકો માટે પડી જવાના અને ફસાઈ જવાના કિસ્સાઓ સામાન્ય થઈ ગયા છે જ્યારે મેડિકલ ઇમરજન્સી વેળાએ અને સગર્ભા મહિલાઓએ આ રોડ પરથી પસાર થવું ભારે કઠિન થઈ ગયું છે અને સામાન્ય વરસાદમાં આ રોડ ખખડધજ થઈ જતા બે બે ફૂટ ના ખાડા પડી ગયા છે સાવલી તાલુકા નો આ રોડ વડોદરા , પંચમહાલ,મહી સાગર જિલ્લા ને જોડતો મુખ્ય માર્ગ છે અને ડેસર તાલુકામાં કવોરી ઉદ્યોગ ધમધમે છે તેના કારણે 24 કલાક ભારદારી વાહનોની અવરજવર રહે છે અને આ રોડ ઉપર પડેલ ઊંડા ખાડા કોઈ નિર્દોષ રાહ દારી નો જીવ લેશે ત્યારે તંત્ર જાગશે તેવુ લાગી રહ્યું છે ત્યારે ગતિશીલ ગુજરાતમાં વહેલી તકે રાહદારી ઓ ની વ્યથાને દૂર કરવામાં તંત્ર વહેલી તકે હરકતમાં આવે તેવી માંગ ઉઠી છે

Reporter:







