તામિલનાડુની ત્રીચી ગેંગના 12 આરોપીને પકડીને 25 ગુનાનો ભેદ ઉકેલનારા વડોદરા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તથા કર્મચારીઓનું રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સન્માન કર્યું છે.
તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચે વડોદરા શહેર ઉપરાંત દેશમાં અલગ અલગ સ્થળે પાર્ક કરેલી કારના કાચ તોડી સામાનની ચોરી કરતી ત્રીચી ગેંગના 12 રીઢા આરોપીને પકડીને 1005990 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટોળકીએ છેલ્લા 3 માસમાં વડોદરા અને દેશના વિવિધ શહેરોમાં કારના કાચ તોડી તેમજ નજર ચુકવી કારમાંથી સામાન ચોરી કરવાના કરેલા 25 ગુનાઓનો ભેદ ઉકેલી દેવાયો હતો. આ મામલે ક્રાઇમ બ્રાન્ચના 2 પોલીસ અધિકારી તથા પાંચ પોલીસ કર્મચારીઓને ઇ કોપ એવોર્ડ હેઠળ સન્માન કરાયું હતું.
રાજ્ય પોલીસ વડા દ્વારા આ અધિકારીઓ અને કર્મચારીઓને ઇ કોપ એવોર્ડનું સ્મૃતિ ચિહ્ન તથા પ્રમાણપત્ર એનાયત કરાયું હતું જેમાં પીએસઆઇ પી.એમ.ધાખડા, પીએસઆઇ આર.એન.બારૈયા, હે.કો હમીરભાઇ મખાભાઇ, હે.કો મોહિતરાજસિંહ હરુભા, હે.કો કિશોરભાઇ રણજીતભાઇ તથા પો.કો.સંજય ગાંડાલાલ અને પો.કો સુરેશ રણછોડભાઇનું સન્માન કરાયું હતું.
Reporter: admin







