જેલમાં રહેલા ગંભીર ગુનાના આરોપીઓને જામીન પર છોડાવવા તથા રુપિયાની ઠગાઇ કરવા અગત્યના બનાવટી દસ્તાવેજો અને કોર્ટના હુકમ બનાવી ઠગાઇ કરવાના ગુનાનો આરોપી અને હાલ વચગાળાના જામીન પરથી ફરાર થયેલા રીઢા કેદીને ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ આશિષ પ્રબોધભાઇ શાહ (રહે, અમદાવાદ) સામે આણંદ પોલીસમાં ગુનો નોંધાયો હતો અને તેને વડોદરા જેલમાં કાચા કામના કેદી તરીકે રખાયો હતો. આ કેદીએ પોતાની સારવાર માટે કરેલી અરજીના આધારે ગત 2022માં 9 જુલાઇએ 14 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરાયો હતો. ત્યારબાદ તેણે વખતોવખત વચગાળાના જામીન રજામાં વધારો કરીને 24 માર્ચ 2024 સુધી વચગાળાના જામીન પર રહ્યો હતો.
ત્યારબાદ તેની પત્ની દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં આરોપી આશિષ મરણ ગયા હોવાનો બનાવટી બોગસ મરણ દાખલો રજુ કરતાં કોર્ટના ધ્યાનમાં આવ્યું હતું કે આ બોગસ મરણ દાખલો છે જેથી તેની સામને સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. અને આશિશ શાહની અરજી ડીસમીસ કરી હતી. ત્યારબાદ આશિષ જેલમાં હાજર થયો ન હતો જેથી પોલીસે અમદાવાદના તેના ઘેર દરોડો પાડી આશિષને ઝડપી લીધો હતો. પોલીસ તેને લઇ ના જાય તે માટે આશિષે અવનવા અખતરા અને નાટકો પણ કર્યા હતા. પણ પોલીસે તેની અટકાયત કરી વડોદરા જેલમાં મોકલી આપ્યો હતો
Reporter: admin