હાલમાં ક્રિકેટ ની મોસમ ચાલી રહી છે ત્યારે સટોડિયાઓ પણ ફુલ્યા ફાલ્યા છે. વડોદરા ના વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગતરોજની મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં ID પરથી સટ્ટો રમતા એક શખસની વડોદરા SOGએ ઝડપી પાડ્યો છે, જ્યારે 20 હજાર રૂપિયામાં ID દેનાર શખસને વોન્ટેડ જાહેર કર્યો છે.
આ મામલે SOG દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં, SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી અને ફરતા ફરતા હરણી રોડ, સંગમ ચાર રસ્તા પાસે પહોંચતા બાતમી હકીકત મળી હતી કે, હરણી વારસીયા રિંગરોડ, આશીષ સોસાયટી સામે આવેલા નિલેક્ષ સિતારે કોમ્પલેક્ષના પહેલા માળે દુકાન નંબર-21 પાસે ગેલેરીમાં રોહન પરમાર નામનો શખસ પોતાના મોબાઇલ ફોનમાં ઓનલાઇન હાલમાં ચાલતી મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહેલી 20-20 ક્રિકેટ મેચનો ID ઉપર મેચનો હારજીતનો સટ્ટો રમી રહેલા છે. આ બાતમીના આધારે પંચોને સાથે રાખી રેડ કરતા કોમ્પ્લેક્ષના પહેલા માળે દુકાનો પાસે એક ઇસમ દાદર વાટે ઉપર જઈ ત્યાં જોતા દુકાન નંબર-21 પાસે એક શખસ હાથમાં મોબાઇલ ફોન લઈ ઉભો હતો.સટ્ટા માટે ID ખરીદ્યું તે દરમિયાન પોલીસે તેનું નામ ઠામ પૂછતાં 36 વર્ષીય સેહન ડાહ્યાભાઈ પરમાર (રહે. એ/202 આતિથ્ય પાર્ક એપાર્ટમેન્ટ, ચાણક્યપુરી કેનાલ રોડ, સમા)નો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં હાથમાં રાખેલા ફોન ચેક કરતા મોબાઇલ ફોનમા betfalsh247.com નામની વેબસાઇટ ઓપન હતી. તે દરમિયાન તે મેચનો સટ્ટો રમતો હતો અને આ આઇડી કોની પાસેથી મેળવી છે તે બાબતે પૂછપરછ કરતા ક્રિકેટ સટ્ટો ચલાવતા રોશન (કારેલીબાગ, શ્રીનાથ પેટ્રોલ પંપ પાછળ રહે) પાસેથી એક મહિના પહેલા રૂપિયા 20 હજારમાં ID ખરીદી હોવાનું જણાવ્યું હતું. આરોપી પાસેથી 6 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Reporter: News Plus