અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા આઝાદીની ઉજવણીના ભાગ રૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
તિરંગા યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે યુનિવર્સિટી દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 13 ઓગસ્ટે ગુજરાત યુનિવર્સિટીની તિરંગા યાત્રામાં જે વિદ્યાર્થીઓ જોડાશે તેમની હાજરી પૂરવામાં આવશે અને તેના આધારે વિદ્યાર્થીઓને એકેડેમિક ક્રેડિટ આપવાની જાહેરાત કરી છે. પ્રથમ વખત આ રીતે શિક્ષણ સિવાયની પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓને ક્રેડિટ આપવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષા નીતિના અમલ બાદ ક્રેડિટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.ગુજરાત યુનિવર્સિટી દ્વારા 6 KM તિરંગા યાત્રાનું આયોજન ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિરજા ગુપ્તાએ જણાવ્યું કે, યુનિવર્સિટી દ્વારા લગભગ 6 KM લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તિરંગા યાત્રાને આંતરિક મૂલ્યાંકનના ભાગરૂપે વિદ્યાર્થીઓને ક્રેડિટ આપવામાં આવશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય 'હર ઘર તિરંગા'નો પ્રસાર કરવો અને સમાજમાં દેશભક્તિની ભાવનાનો સંદેશ પહોંચાડવાનો છે.ગુજરાત યુનિ.થી શરૂ કરી વિજય ચાર રસ્તા, માનસી સર્કલ થઈ પરત ફરશે 13 ઓગસ્ટે સવારે 10:30 વાગ્યાથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે ગુજરાત યુનિવર્સિટીથી શરૂ થશે. ત્યાર બાદ વિજય ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ, વસ્ત્રાપુર, માનસી સર્કલ, 132 ફૂટ રિંગ રોડ થઈ ગુજરાત યુનિવર્સિટી પરત આવશે. આ યાત્રામાં યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો, સરકારી પ્રતિનિધિઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહેશે. વાઇસ ચાન્સેલરે જણાવ્યું કે, યુનિવર્સિટીની પહેલ અને કાર્યક્રમોમાં જોડાવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિનું સ્વાગત કરવામાં આવશે.
Reporter: admin







