વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજે સાંજે તેના સત્તાવાર આવાસ, 7 લોક કલ્યાણ માર્ગ પર સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મુલાકાત કરશે. સૂત્રોના અનુસાર, ડેલિગેશનના સભ્યો માટે કોવિડ-19 ટેસ્ટ કરાવવો ફરજીયાત રહેશે. આ પગલું સુરક્ષા પ્રોટોકોલ હેઠળ લેવાયું છે. મળતી માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી મંગળવાર સાંજે 7:30 વાગ્યે તે ડેલિગેશન લીડર્સ સાથે મુલાકાત કરશે, જેઓ ઓપરેશન સિંદૂર હેઠળ વિદેશોમાં ભારતનો સંદેશ લઈને ગયા હતા. આ દરમિયાન વડાપ્રધાન ડેલિગેશનના અનુભવ અને ફીડબેગ લેશે, આ સિવાય વડાપ્રધાન મોદી તમામ સાંસદો માટે ડિનરનું પણ આયોજન કરશે.
.
આ પ્રતિનિધિમંડળને ખાસ કરીને પાકિસ્તાનમાં હાજર આતંકવાદને લઈને દુનિયાની સામે ઉઘાડું પાડવાનો ટાસ્ક અપાયો હતો. સાત મુખ્ય સાંસદોને ટીમ લીડનો ટાસ્ક અપાયો હતો. 50થી વધુ સભ્યો વાળા 7 પ્રતિનિધિમંડળનો ઉદ્દેશ્ય પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતના આકરા વલણને વ્યક્ત કરવાનો હતો
જેમાં શશિ થરૂર (કોંગ્રેસ), રવિશંકર પ્રસાદ (ભાજપ), સંજય કુમાર ઝા (જેડીયુ), બૈજયંત પાંડા(ભાજપ), કનિમોજી કરૂણાનિધિ(ડીએમકે), સુપ્રિયા સૂલે(એનસીપી-એસપી) અને શિવસેનાના શ્રીકાંત શિંદે સામેલ હતા. આ સિવાય તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી પણ વડાપ્રધાન મોદી સાથેની હાઈલેવલની બેઠકમાં સામેલ થશે. તેઓ પણ પ્રતિનિધિ મંડળનો ભાગ હતા.
Reporter: admin