..
આગામી 15 જૂન રવિવારના રોજ વન નેસન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ અંબાલાલ પાર્ક ખાતે મંતવ્ય ન્યૂઝ દ્વારા સાયકલોથોન અને વોકેથોન નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોટી સંખ્યામાં વડોદરાના નાગરિકો જોડાશે.

દેશના યશસ્વી વડાપ્રધાની વિકસિત ભારતની કલ્પના મુજબ એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંકલ્પને સાકાર કરવા માટે આગામી 15 જૂને મંતવ્ય ન્યૂઝ દ્વારા સાયકલોથોન અને વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે..જેમાં શહેરના ત્રણ વર્ષથી 18 વર્ષીય બાળકો જે સ્કેટિંગ કરવામાં નિપૂણ છે તેઓ સમેલિત થઈને આ મુહિનને સમર્થન આપશે. મહત્વનું છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વડાપ્રધાન મોદીનો જે સંકલ્પ છે તેને પ્રચંડ જન સમર્થન મળે તે માટે 15 જૂનના રોજ ગુજરાત રાજ્યના વિવિધ 100 જેટલા સ્થળો ઉપર સાયક્લોથન અને વોકેથોન નું આયોજન મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત વડોદરા શહેરના સ્કેટિંગની રમતમાં નીપુણ એવા બાળકો પણ સ્કેટિંગ કરીને વનનેશન વન ઇલેક્શનની મુહીમને પોતાનું સમર્થન આપશે.

વડોદરા ખાતે આયોજિત આ ઇવેન્ટમાં શહેરની વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ , સ્વૈચ્છિક સંગઠનો , પ્રબુધ્ધ નાગરિકો, ધર્મગુરુઓ તેમજ રાજકીય મહાનુભાવો સહિત વડોદરાના નાગરિકો જોડાવાના છે. 15 જૂન રવિવારના રોજ સવારે 6:00 કલાકે કારેલીબાગ વિસ્તારમાં આવેલ અંબાલાલ પાર્ક ગરબા મેદાન ખાતેથી આ વોકેથોન સાયકલોથોન ની શરૂઆત કરવામાં આવશે .


Reporter: admin