મુંબઈ : સાઈબર ફ્રોડને કારણે 76 લાખ રૂપિયા ગુમાવનાર કંપનીને આ રકમ પાછા આપવાનો આદેશ મુંબઈ હાઇકોર્ટે કોર્ટે બેન્ક ઓફ બરોડાને આપ્યો છે.
મુંબઈઃ ઓનલાઈન ચીટિંગ માટે બેંક એકાઉન્ટ હોલ્ડરને જવાબદાર ઠેરવી શકાશે નહીં. આ ચીટિંગ બેંક કે ખાતાધારકને કારણે નથી થતી અને સિસ્ટમ રહેલી ખામીને કારણ થાય છે એવું મુંબઈ હાઈ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સિવાય સાઈબર ફ્રોડને કારણે નિર્દોષ લોકો કેટલી સરળતાથી સાઈબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે એનું આ એક ઉદાહરણ હોવાનું પણ કોર્ટે વધુમાં જણાવ્યું હતું.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જુલાઈ, 2017માં બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર થર્ડ પાર્ટી એપ કે સિસ્ટમમાં સર્જાયેલી ખામીને કારણે એકાદ ગેરકાયદે વ્યવહાર થાય છે અને એના માટે ખાતાધારકને જવાબદાર ના ઠેરવી શકાય. આ વ્યવહાર બેંક કે ગ્રાહકોની ભૂલને કારણે નહીં પણ સિસ્ટમમાં રહેલાં એરરને કારણે થાય છે એવું પણ કોર્ટે જણાવ્યું હતું. એટલું જ નહીં પણ બેંક ઓફ બરોડાના ગ્રાહક સંરક્ષણ ધોરણ પણ એવા જ હોવાનું કોર્ટે વધુમાં ઉમેર્યું હતું.
સાયબર ફ્રોડને કારણે ગુમાવેલા 76 લાખ રૂપિયા બેંકને પાછા આપવાનો આદેશ આપવાનો ઈનકાર કરનાર બેંકિંગ લોકપાલના આદેશને જયપ્રકાશ કુલકર્ણી, ફાર્મા સર્ચના આયુર્વેદ કંપનીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ જ યાચિકાની સુનાવણી કરતી વખતે બેન્ચ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો.
Reporter: News Plus