ઈસલમાબાદ : પાકિસ્તાનના ભૂતપૂર્વ ગુપ્તચર ચીફ ફૈઝ હમીદ સામે પાકિસ્તાન આર્મી એક્ટના ઉલ્લંઘનના આરોપમાં કોર્ટ માર્શલની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફૈઝહમીદનું નામ ટોપ સિટી હાઉસિંગ સ્કીમ કેસમાં સામે આવ્યું હતું.
ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ફૈઝ હમીદને સૈન્ય કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ નિર્ણય પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ લેવામાં આવ્યો છે.આ કેસમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ફૈઝ હમીદ વિરુદ્ધના આરોપોની તપાસ કરવામાં આવે. તપાસમાં જાણવા મળ્યું કે ફૈઝ હમીદે નિવૃત્તિ પછી પણ પાકિસ્તાન આર્મી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
ISPRએ જણાવ્યું હતું કે, “આ ઉપરાંત, ફૈઝ અહેમદના નિવૃત્તિ પછી પાકિસ્તાન આર્મી એક્ટના ઉલ્લંઘનના અનેક મામલા પણ પ્રકાશમાં આવ્યા છે. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનના કોઇ ભૂતપૂર્વ ગુપ્તચર વડા સામે કોર્ટ માર્શલ ની કાર્યવાહી કરવામાં આવી છે.
Reporter: admin