News Portal...

Breaking News :

દાઉદના ભાઈ ઈકબાલ કાસકરને નિર્દોષ જાહેર કરતી કોર્ટ

2024-06-13 19:46:35
દાઉદના ભાઈ ઈકબાલ કાસકરને નિર્દોષ જાહેર કરતી કોર્ટ


થાણે: અહીંની વિશેષ મકોકા કોર્ટે ખંડણીના એક કેસમાં ભાગેડુ ગૅન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને નિર્દોષ જાહેર કર્યો હતો.

સ્પેશિયલ એમસીઓસીએ જજ અમિત એમ. શેટેએ ગઈકાલે આપેલા ચુકાદામાં કાસકરને શંકાનો લાભ આપ્યો હતો અને તપાસકર્તા પક્ષ આરોપ સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો હોવાની નોંધ કરી હતી.



ગૅન્ગસ્ટર ઈકબાલ કાસકર વિરુદ્ધ 3 ઑક્ટોબર, 2017ના રોજ થાણે નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 384, 386 અને 387 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કાસકર સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ પણ લાગુ કરવામાં આવ્યો હતો.

વિશેષ સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે મુંબઈના ગોરાઈ પરિસરમાં આવેલી 38 એકર જમીનના સોદા પ્રકરણે કાસકર અને અન્ય આરોપીએ બિલ્ડરને ધમકાવી ત્રણ કરોડ રૂપિયાની ખંડણી વસૂલી હતી.

Reporter: News Plus

Related Post