વડોદરા : મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એકમાં છાણી જકાતનાકા કેનાલ પાસે આવતી ભૂખી કાસ ને ડાયવર્ટ કરી રીરુટ કરવાની કામગીરી આરંભી છે. ત્યારે આ કામને રદ કરવા કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલર જહા દેસાઈ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

તેમના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે આ સાડા ચાર મીટરની ચેનલ જો બનાવવામાં આવે તો જે વિસ્તારોમાં ચોમાસાના પાણી નથી ભરાતા તેવા વિસ્તારો પણ ઝપેટમાં આવી જશે. ટીપી 13 ની સમગ્ર સોસાયટીઓ છાણી જકાતનાકાથી નવાયાર્ડ રોડ પર આવેલ નતાશા પાર્ક 1 અને 2 મારુતિ ટાઉનશીપ,પુષ્પક પાર્ક,પ્રભુપાર્ક, આસોપાલવ, માઈકૃપા, સૂર્યનગર,પાવન પાર્ક જેવી અસંખ્ય સોસાયટીમાં પાણી ભરાશે.

જ્યારે વધારે વરસાદ આવશે અને વિશ્વામિત્રી માંથી પાણી બેક આવશે ત્યારે આ ચેનલ ઓવરફ્લો થઈને આ તમામ વિસ્તારમાં પાણી ભરાશે.જેથી હજારો નાગરિકોના ઘરમાં પાણી ફરી વળવાની શક્યતા રહેશે. જેથી આ કામગીરી બાબતે અમારો સ્પષ્ટ વિરોધ છે. અને આ કામગીરી રદ થાય તેવી અમારી માંગણી છે.સાથે આ કામગીરી રદ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર માં ઉગ્ર આંદોલન થશે તેવી જિંદગી પણ ઉચ્ચારી હતી.

Reporter: admin







