News Portal...

Breaking News :

ભ્રષ્ટ અધિકારીઓ લાંચની રકમ માટે લોકોનેસ્માર્ટ EMIનો વિકલ્‍પ પણ આપે છે

2024-06-06 18:12:29
ભ્રષ્ટ અધિકારીઓ લાંચની રકમ  માટે લોકોનેસ્માર્ટ EMIનો વિકલ્‍પ પણ આપે છે


ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમશીમાએ પહોંચ્યો છે. રાજકોટમાં તાજેતરમાં સર્જાય એટલું ટીઆરપી અગ્નિકાંડ તેનો જીવતો જાગતો પુરાવો છે. સરકારી અધિકારીઓ અને પોલીસ મોટા ભાગે લોકોના કામ કરવા માટે લાંચ માંગતા હોય છે.


સૌ લોકોને જાણછે.જોકે, હવે ભ્રષ્ટ અધિકારીઓમાં  પણ ‘સહાનુભૂતિ' જાગી છે.  તેઓ જે લોકો લાંચની ભારે ભરખમ રકમ આપી શકવા માટે સક્ષમ ન હોય તેમને એક સગવડ કરી આપતા થયા છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ લાંચની રકમ એક સાથે આપવા સક્ષમ ન હોય તેવા લોકોને EMIનો વિકલ્‍પ પણ આપે છે, એટલે કે તેઓ ટૂકડે ટૂકડે લાંચની રકમ તેમને આપી શકે છે. કદાચ આ વાત તમને થોડી આશ્‍ચર્યજનક લાગતી હશે પરંતુ આવું હકિકતમાં થઈ રહ્યું છે અને તાજેતરમાં આવા કેટલાક કેસો પણ નોંધાયા છે.આ વર્ષે માર્ચ મહિનામાં એક બોગસ SGST બિલ કૌભાંડ કેસમાં એક વ્‍યક્‍તિ પાસેથી ૨૧ લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જોકે, આ વ્‍યક્‍તિ એક સાથે આટલી મોટી લાંચ આપવા માટે સક્ષમ ન હતો. તેથી તેમને આટલી રકમના બે લાખ રૂપિયાના નવ EMI કરી આપ્‍યા હતા અને એક લાખ રૂપિયા લમસમ આપવાનું કહ્યું હતું જેથી કરીને તેના પર ભારણ ન આવે. જ્‍યારે ૪ એપ્રિલના રોજ સુરતમાં એક ડેપ્‍યુટી સરપંચ અને તાલુકા પંચાયતના સભ્‍યએ ગ્રામીણનું ખેતર સમતળ કરાવવા માટે ૮૫,૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી.


વ્‍યક્‍તિની નબળી આર્થિક સ્‍થિતિ હોવા છતાં આરોપી રૂપિયા જવા દેવા તૈયાર ન હતો. તેથી તેણે EMIનો વિકલ્‍પ આપ્‍યો હતો. જેમાં ૩૫,૦૦૦ રૂપિયા અપફ્રન્‍ટ અને બાકીની રકમ ત્રણ સમાન હપ્તામાં આપવાનું કહ્યું હતું. તેમ એક અહેવાલથી જાણવા મળ્યું છે.તાજેતરનો જ કેસ જોઈએ તો સાબરકાંઠાના રહેવાસી પાસેથી બે પોલીસકર્મીઓએ ચાર લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેની પાસેથી તેમણે લાંચ માંગી હતી તેમણે એન્‍ટિ-કરપ્‍શન બ્‍યુરો એટલે કે ACBને જાણ કરી હતી. ACB એ બંને  પોલીસકર્મીઓને  પકડવા માટે છટકું ગોઠવ્‍યું હતું પરંતુ તેઓ જ્‍યારે લાંચની રકમ લેવા આવ્‍યા ત્‍યારે તેમને ખ્‍યાલ આવ્‍યો કે તેમને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્‍યું છે. તેથી તેઓ ચાર લાખ રૂપિયા લઈને ત્‍યાંથી ભાગી ગયા હતા. જોકે, આ ચાર લાખ રૂપિયાની લાંચ તેમણે માંગેલુ કુલ ૧૦ લાખ રૂપિયાની લાંચનો પ્રથમ હપ્તો હતો. અન્‍ય એક કિસ્‍સામાં સાયબર ક્રાઈમ પોલીસ અધિકારીએ તેણે માંગેલા ૧૦ લાખ રૂપિયાની લાંચની રકમને ચાર હપ્તામાં વહેંચી દીધી હતી.

Reporter: News Plus

Related Post