News Portal...

Breaking News :

કોર્પોરેટર V/S કમિશનર : બન્નેએ પીત્તો ગુમાવ્યો,રસ્તા ઉપર હોત તો ભૂદેવની થપ્પડ ખાવાનો વખત આવત

2025-03-25 14:03:07
કોર્પોરેટર V/S કમિશનર : બન્નેએ પીત્તો ગુમાવ્યો,રસ્તા ઉપર હોત તો ભૂદેવની થપ્પડ ખાવાનો વખત આવત

હકીકત એ છે કે ચારે ઝોનમાં ઇન્ટર્નલ વરસાદી કાંસ, નાળા નિયમિત સાફ થવા જોઈએ. વિશ્વામિત્રી નાં પુરની આ ઝોનમાં કોઈ અંસર નથી.વરસાદની સિઝનની રાહ જોવાની જરૂર નથી.વરસાદી કાંસમાં ગટરના પાણી વહી રહ્યા છે.આગળ જો પાણી વહન ના થતું હોય તો નિકાલ કરવાની ફરજ પાલિકાની છે... બોક્સ વગર હાઈલાઈટ કરવું 

સામાન્ય સભામાં કોર્પોરેટર અને મ્યુનિ.કમિશનર વચ્ચે ઉગ્ર દલીલો અને તૂ..તા થતાં સ્થિતી તંગ બની

લોકોની વચ્ચે અમે રહીએ છીએ, લોકો શું કહે છે તેની અમને ખબર છે—કોર્પોરેટરે વ્યક્ત કરી વેદના..
વડોદરા કોર્પોરેશનની સોમવારે મળેલી સામાન્ય સભામાં મોટા નાળામાં ભરાયેલા પાણીનો નિકાલ કરવાના મુદ્દે કોર્પોરેટર આશિષ જોશીએ ઉગ્ર રજૂઆતો કર્યા બાદ કમિશનર દિલીપ રાણા અને કોર્પોરેટર આશિષ જોશી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તૂ તા.. થઇ હતી. બંને વચ્ચે જોરથી ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ થઇ ગયું હતું., બંને વચ્ચેની બોલાચાલીને થાળે પાડવા સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી અને વિપક્ષના નેતા ચન્દ્રકાંત ભથ્થુ પણ વચ્ચે પડ્યા હતા. આખરે મેયરે સ્થિતીને ગંભીરતાથી લઇને સામાન્ય સભા 26 માર્ચ સુધી મુલતવી કરી દીધી હતી. જો કે ત્યાર પછી પણ સભા હોલમાં આશિષ જોશી અને કમિશનર વચ્ચે બોલાચાલી ચાલુ રહી હતી અને કેટલાક કોર્પોરેટરોને આશિષ જોશીને સભા હોલની બહાર લઇ જવાની ફરજ પડી હતી. કોર્પોરેટર આશિષ જોશીએ રજૂઆત કરી હતી કે લોકો ગયા વર્ષે પણ પૂરનો ભોગ બન્યા હતા. ફિલ્ડમાં અમે હોઇએ છીએ અને પ્રજાને જ્યારે તકલીફ પડે છે ત્યારે લોકો શું કહે છે તે અમને ખબર છે. 


તમને ખબર નહીં હોય..કોર્પોરેટરની વેદના સામાન્ય સભામાં બહાર આવી હતી. તેમણે કહ્યું હતું કે પ્રજાની વચ્ચે અમારે રહેવાનું છે અને અમે ગાળો ખાઈશું ?સોમવારે કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો અને ઉગ્ર દલીલો થઇ હતી. કોર્પોરેટર આશિષ જોશીએ સભામાં રજૂઆત કરી હતી કે મારા વિસ્તારમાં નાળામાં ચારે બાજુથી પાણી આવી રહ્યું છે અને પાણી ભરાઇ ગયું છે. અત્યારે જે સ્થિતીનું નિર્માણ થયું છે તેમાં કોર્પોરેશન ધારે તો પંપો મુકીને પાણી બહાર કાઢી ડાયવર્ટ કરી શકે છે. લોકો અમને આવીને સમસ્યા કહે છે અને લોકોનો રોષનો ભોગ અમારે ભોગવવો પડે છે. બંને વચ્ચે આ મુદ્દે એટલી હદે વાકયુદ્ધ થયું કે સામાન્ય સભાનો માહોલ તંગ બની ગયો હતો અને આખરે મેયરે સભાને મુલતવી કરી દીધી હતી.આશિષ જોશીએ ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે શહેરના નાગરીકોએ પૂર ભોગવ્યું છે અને સામાન્ય સભામાં આજે ભૂખી કાંસ વિશે પણ ચર્ચા થઇ હતી. છેલ્લા  3 મહિનાથી અમે મહા નાળુ સાફ કરવાની રજૂઆત કરી છે. પૂર્વ વિસ્તારમાં રુપારેલ કાંસ અને હાઇવે પરથી પાણી આવે છે અને ગાજરાવાડી પંપ પાણી છોડે છે જેથી પૂરની પરિસ્થીતી સર્જાય છે. જે કામ ટેન્ડર વગર થઇ શકે છે તે કામ ડીલે કરવામાં આવી રહ્યું છે. અત્યારે આ આખી કાંસ ફુલ છે અને પાણી જતું નથી, પાણી સાફ કરવા પંપ મુકવાની વાત કરી તો તેઓ સામે દલીલ કરે છે. તેમણે કહ્યું કે અમારા વોર્ડમાં પાણી નહી ભરાવાની કામગીરી તમારે જો કરવી હોય તો અમારા સૂચન પણ માનવા પડે. ચાર દિવસ સુધી ગયા વખતે પાણી ઉતર્યા નથી. આશિષ જોશીએ આરોપ લગાવ્યો કે કમિશનર બેઠા બેઠા આર્ટીફીશ્યલ કામ બતાવે તેવું વલણ છે. અમારી મુખ્યમંત્રીને ફરિયાદ કરવી હોય તો પણ કરી શકો છો. અમારા વોર્ડના લોકો અમને શું કહે છે તે વિશે પણ અમે મુખ્યમંત્રીને કહીશું, અમે શાસક પક્ષ છીએ અને અમારી સત્તા છે છતાં પણ આ સ્થિતી છે. મુખ્યમંત્રીને તે ફરિયાદ કરશે તો મુખ્યમંત્રી સમક્ષ પણ સાચી હકિકત બહાર આવશે કે આ પરિસ્થિતીમાં તમારો કોર્પોરેટર જીવી રહ્યો છે. આ મામલે કમિશનર દિલીપ રાણાએ કહ્યું હતું કે કોર્પોરેટર આશિષભાઇ જોશીએ મુખ્યમંત્રીને ફરિયાદ કરવી હોય તો કરો તેમ કહેતા મે એમ કહ્યું હતું કે મુખ્યમંત્રીનું નામ વચ્ચે ના લાવો. તેમણે કહ્યું કે હવે હું આ મુદ્દે મુખ્યમંત્રી ઓફિસનું ધ્યાન દોરીશ. કમિશનરે એમ પણ મીડિયા સાથે કહ્યું કે કોર્પોરેટર આશિષ જોશીએ મહાનાળા વિશે રજૂઆત કરેલી કે ત્યાં પાણી ખુબ ભરાયેલું છે. અમે અગાઉ પણ તેમનું આ કામનું સૂચન લીધેલું છે અને સ્થળ વિઝીટ પણ કરેલી છે. તે ઉગ્રતાથી બોલવા લાગ્યા કે મુખ્યમંત્રીને ફરિયાદ કરવી હોય તો કરો. તેમણે કહ્યું હતું કે ભુતકાળમાં કમિશનરોને લાત મારીને કાઢી મુકેલા છે. મે કહ્યું કે તમે આ રીતે ના બોલો. 

લોકો શું કહે છે તે તેમને ખબર નથી, અમને ખબર છે...
શહેરના નાગરીકોએ ગયા વર્ષે પૂર ભોગવ્યું છે. 3 મહિનાથી અમે નાળુ સાફ કરવાની રજૂઆત કરી છે. પૂર્વ વિસ્તારમાં રુપારેલ કાંસ અને હાઇવે પરથી પાણી આવે છે તો સાથે ગાજરાવાડી પંપ પણ પાણી છોડે છે જેથી હાલ પૂરની પરિસ્થીતી છે. જે કામ ટેન્ડર વગર થઇ શકે છે તે કામ ડીલે કરાઇ રહ્યું છે.  આખી કાંસ ફુલ છે અને પાણી જતું નથી જેથી પાણી સાફ કરવા પંપ મુકવાની મે માગ કરી હતી. તો તેઓ સામે દલીલ કરે છે.  અમારા વોર્ડમાં પાણી નહી ભરાવાની કામગીરી કરવી હોય તો અમારા સૂચન પણ માનવા પડે. ચાર દિવસ પાણી ઉતર્યા નથી. અમારી ફરિયાદ કરવી હોય તો મુખ્યમંત્રીને ફરિયાદ કરી શકો છો. અમારા વોર્ડના લોકો અમને શું કહે છે. તે વાત પણ અમે મુખ્યમંત્રીને કહીશું. અમે શાસક પક્ષ છીએ અને અમારી સત્તા છે છતાં પણ આ સ્થિતીની જો મુખ્યમંત્રીને ફરિયાદ કરો તો તેમને પણ જાણ થાય કે આ પરિસ્થિતીમાં તમારો કોર્પોરેટર જીવી રહ્યો છે. . લોકો શું કહે છે તે તેમને ખબર નથી અમને ખબર છે. વિશ્વામિત્રીમાં પાણી હોય કે ના હોય, પશ્ચિમ અને પૂર્વ ને કંઈ લેવા દેવા નથી... વિશ્વામિત્રી નદી ના પટ  વિસ્તારની વાત અલગ છે. પ્રજાની વચ્ચે અમારે રહેવાનું છે અને લોકોની અમે ગાળો ખાઈશું ?



આશિષ જોશી, કોર્પોરેટર
મે કહ્યું કે મુખ્યમંત્રીને વચ્ચે ના લાવો...
કોર્પોરેટર આશિષભાઇ જોશીએ મુખ્યમંત્રીને ફરિયાદ કરવી હોય તો કરો તેમ કહેતા મે એમ કહ્યું હતું કે મુખ્યમંત્રીનું નામ વચ્ચે ના લાવો. તેમણે કહ્યું કે હવે હું આ મુદ્દે મુખ્યમંત્રી ઓફિસનું ધ્યાન દોરીશ. કમિશનરે એમ પણ મીડિયા સાથે કહ્યું કે કોર્પોરેટર આશિષ જોશીએ મહાનાળા વિશે રજૂઆત કરેલી કે ત્યાં પાણી ખુબ ભરાયેલું છે. અમે અગાઉ પણ તેમનું આ કામનું સૂચન લીધેલું છે અને સ્થળ વિઝીટ પણ કરેલી છે. ટેન્ડર પ્રક્રિયા પણ થઇ છે. તે ઉગ્રતાથી બોલવા લાગ્યા કે મુખ્યમંત્રીને ફરિયાદ કરવી હોય તો કરો. મે કહ્યું કે મુખ્યમંત્રીને વચ્ચે ના લાવો..તેમણે કહ્યું હતું કે ભુતકાળમાં કમિશનરોને લાત મારીને કાઢી મુકેલા છે. મે કહ્યું કે તમે આ રીતે ના બોલો. 

દિલીપ રાણા, કમિશનર, વડોદરા કોર્પોરેશન

ટેક્નિકલ પ્રક્રિયાને ફોલો કરવી જોઇએ...
મહાનગરનું નાળુ 30 વર્ષથી છે અને આ વખતે પ્રથમ વખત સ્લેબ તોડી કામગીરી કરાશે. ટેન્ડર પ્રક્રિયા માટે રાહ જોતા હતા. કોર્પોરેટરો દ્વારા જે રજૂઆત કરાઇ ત્યારે મેં કહ્યું કે વિઝીટ કરીને કામ જોઇ લઇએ. ભુતકાળમાં પંપ મુકીને પાણી બહાર કાઢેલું હતું. કોર્પોરેટરની રજૂઆત કે અત્યારે પણ ભારે પાણી આવી રહ્યા છે પણ આ કામ કરવાનું જ છે પણ ટેક્નિકલ પ્રક્રીયાને આપણે ફોલો કરવી જોઇએ. મે સભા પછી તુરતજ વિઝીટ કરવાનું કહ્યું હતું.

પિંકી સોની, મેયર 

ભૂખી કાંસને ડાયવર્ટ કરવાના મુદ્દે પણ વિપક્ષનો ઉગ્ર વિરોધ..
આજની સામાન્ય સભામાં વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ભૂખી કાંસ ડાયવર્ટ કરવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. જેના વિરોધમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને ભૂખી કાંસ ડાયવર્ટ ન કરવાની માંગણી સાથે ફ્લોર ઉપર બેસી ગયા હતા. કોંગ્રેસના ભારે વિરોધના પગલે શાસક પક્ષ પણ ભીંસમાં આવી ગયો હતો, એક તબક્કે ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો સામ સામે આવી ગયા હતા. વિપક્ષના પ્રમુખ ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ઉપનેતા જહા દેસાઈ તેમજ કોંગ્રેસના કાઉન્સિલરો અમીબેન રાવત, પુષ્પાબેન વાઘેલા, હરીશ પટેલ અને બાળુ સુર્વેએ ભૂખી કાંસ ડાયવર્ટ કરવાના પાલિકાના નિર્ણયનો જબરજસ્ત વિરોધ કર્યો હતો. તમામ કાઉન્સિલરો પોતાની ખુરશી છોડીને સભા અધ્યક્ષ સામે ધસી ગયા હતા અને ભૂખી કાંસ ડાયવર્ટ ન કરવા માટે ધારદાર રજૂઆતો કરી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ભૂખી કાંસ ડાયવર્ટ કરવામાં આવશે તો સમા, નિઝામપુરા, છાણી સહિતના વિસ્તારોમાં પૂર જેવી વિકટ પરિસ્થિતિ સર્જાશે. પરિણામે ભૂખી કાંસ ડાયવર્ટ ન કરવા માટે અમારી માંગણી છે. જોકે વોર્ડ નંબર નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલરોની રજૂઆતને કાઉન્ટર કરતા નંબર 2ના કાઉન્સિલરો મહાવીરસિંહ રાજપુરોહિત, ભાણજી પટેલે ભૂખી કાંસ ડાયવર્ટ કરવાના પાલિકાના નિર્ણયને સમર્થન આપીને બચાવ કર્યો હતો. જેના પગલે વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલરો અને વોર્ડ નંબર 2ના ભાજપ કાઉન્સિલરો આમને સામને આવી ગયા હતા. ભૂખી કાંસ ડાયવર્ટ કરવાના કોંગ્રેસના વિરોધ સામે પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભૂખી કાંસને ડાયવર્ટ કરવાથી કોઇ વોર્ડ વિસ્તારોને નુકસાન નહીં થાય તેની કાળજી તકેદારી રાખવામાં આવશે. જોકે, ચેરમેનના જવાબ પછી પણ કોંગ્રેસ દ્વારા ભૂખી કાંસને ડાયવર્ટ ન કરવાની માગ તથાવત રાખી હતી.

ભુતકાળમાં મનિષ પગારેએ પણ રોષ વ્યક્ત કર્યો હતો...
ગયા વર્ષે જ્યારે પૂરની સ્થિતી સર્જાઇ ત્યારે પણ કોર્પોરેટર મનિષ પગારેએ રોષ વ્યક્ત કર્યો હતો , તેમણે તે વખતે મીડિયાને કહ્યું હતું કે તેમના વિસ્તારમાં લોકોની સ્થિતિ એટલી કફોડી છે કે તેમની પાસે ખાવાનું અનાજ કે પહેરવા કપડાં પણ નથી. પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે વિસ્તારમાં જવું મુશ્કેલ બન્યું છે. લોકો ગુસ્સામાં છે અને ગાળો બોલે છે.તેમણે મીડિયાના ઇન્ટરવ્યુમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત પાંચેય મુખ્ય સત્તાધીશોને નિષ્ફળ ગણાવ્યા હતા અને    વિશ્વામિત્રી નદીના દબાણ અંગે પણ ચેતવણી આપી હતી.  મનિષ પગારે નાના કોર્પોરેટરોની અવગણના અંગે પણ નિરાશા વ્યક્ત કરીને  કહ્યું હતું કે તેમની વાત સાંભળવા કોઈ તૈયાર નથી.

વરસાદી કાંસોની સફાઈ નહીં થાય ત્યાં સુધી લોકોના ઘરમાં ચાર ચાર ફૂટ પાણી ભરાશે જ...
વિશ્વામિત્રી ગમે તેટલી ઊંડી કરો. ગોત્રી, ગોરવા,સુભાનપુરા, નવા બજાર, રાવપુરા,દાંડીયાબજારમાં પાણી ભરાવવાનાં જ છે.આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કાંસનાં નેટવર્કથી થાય છે.બધી જ કાંસ ઉપર સ્લેબ ભરાયા છે.વર્ષોથી સાફ થઈ નથી.ઝાંસીનાં સર્કલ ઉપર વર્ષોથી પાણી ભરાય છે.કોર્પોરેટરો વરસાદી પાણી ભરાય ત્યારે ૨૦૦૫થી ટ્રેક્ટર લઈને ફોટા પડાવીને ખુશ થાય છે.વરસાદી પાણીનાં નિકાલ કરવા કોઈ ઠોસ કામ થતું નથી. વિશ્વામિત્રી ગમે તેટલી ઊંડી થઈ જાય પરંતુ આ વિસ્તારમાં પાણી ભરાવાના જ છે. જ્યાં સુધી વરસાદી કાંસોની સફાઈ નહીં થાય ત્યાં સુધી લોકોના ઘરમાં ચાર ચાર ફૂટ પાણી ભરાશે જ. વિશ્વામિત્રીમાં એક ફૂટ પાણી હશે તો પણ આ વિસ્તારમાં લોકોના ઘરમાં બે-ચાર ઇંચ વરસાદમાં જ બે-ચાર ફુટ પાણી ભરાઈ જાય છે. નવલાવાલાના રિપોર્ટમાં આ વાત નહીં હોય.મ્યુ. કમિશનરે કદી પણ આ બાબતમાં વિચાર્યું નહીં હોય. ચેરમેને આજરોજ સુધી આ વિસ્તારમાં ચક્કર મારીને ફેરણી કરીને સ્થિતિનો જાયજો લીધો નથી.આ વિસ્તારનાં ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર ક્યારે પણ આ વરસાદી કાંસનાંન નેટવર્કને સમજી શક્યા નથી. આ વિસ્તારના કાર્યપાલક ઇજનેર ક્યારે પણ આ પ્રોજેક્ટ ઉપર કામ કર્યું નથી.સફાઈ ઉપર છલ્લી થાય છે. વરસાદી સીઝનમાં લોકોની ગાળો ખાઈને પણ જેમ તેમ સમય કાઢી લે છે.


Reporter:

Related Post