અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીનો મોટો પર્દાફાશ થયો છે. કસ્ટમ્સ અને એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ની ટીમે આબુ ધાબીથી આવેલા બે મુસાફરો પાસેથી 2.77 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર સોનું જપ્ત કર્યું છે. ચોંકાવનારી વાત એ છે કે બંને દાણચોરોએ સોનું જીન્સના ખાસ બનાવેલા ખૂણામાં છુપાવીને લાવ્યું હતું.
ઈન્ટેલિજન્સ યુનિટે મળેલી જાણકારી પર હાથ ધર્યું ઓપરેશન
એરપોર્ટ કસ્ટમ્સ વિભાગ અને AIUની ટીમે ગુપ્ત માહિતીના આધારે એક સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું હતું. આબુ ધાબીથી આવેલા બે મુસાફરો પર શંકા જતા તેમની સઘન તપાસ કરવામાં આવી. જ્યારે તેમની જીન્સની અંદર તપાસ કરવામાં આવી ત્યારે તેમાં થી બરોળ સોનું મળ્યું.કસ્ટમ્સ વિભાગે બંને મુસાફરોની સોનાની હેરફેરમાં સંડોવણી અંગે પૂછપરછ શરૂ કરી છે. અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દુબઈ-અમદાવાદ રૂટનો ઉપયોગ કરીને દાણચોરીનું નેટવર્ક ઊંડે સુધી કાર્યરત છે. કસ્ટમ્સ અને AIUની ટીમ હવે આ કેસના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ગેંગ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરીનું હબ બન્યું?
આ ઘટના એ દર્શાવે છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીના અનેક કેસ સામે આવ્યા છે. ઓથોરીટીઝના રિપોર્ટ મુજબ છેલ્લા 71 દિવસમાં જ કુલ 9.38 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર સોનું જપ્ત કરાયું છે.
સોનું લાવવાના નવા-નવા પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે, જેમાં:
કપડાંમાં સોનુ છુપાવવું
ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને બેગની અંદર છુપાવવું
શરીરના અંગોમાં લપેટી લાવવું
આ દાણચોરીનાં કિસ્સાઓમાં મોટેભાગે મિડલ ઈસ્ટના દેશો, ખાસ કરીને દુબઈ અને આબુ ધાબીથી આવનાર મુસાફરો સામેલ હોય છે.
કસ્ટમ્સ વિભાગ વધુ સઘન તપાસમાં પ્રવૃત્ત
કસ્ટમ્સ વિભાગ અને એર ઇન્ટેલિજન્સ યુનિટે હવે સર્વેલન્સ વધુ કડક બનાવવાની તૈયારી કરી છે. એરપોર્ટ સ્કેનિંગ, મુસાફરોની બોડી લૅંગ્વેજ મોનિટરિંગ અને ઈન્ટેલિજન્સ ડેટાબેઝના આધારે શંકાસ્પદ મુસાફરોની તપાસી કરવામાં આવશે.એરપોર્ટ પર સતત સોનાની દાણચોરીના કિસ્સા સામે આવતા હવે સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ કરાઈ છે. કસ્ટમ્સ વિભાગે સ્પષ્ટ કર્યો છે કે આંતરરાષ્ટ્રીય ગેંગ સામે કડક કાર્યવાહી કરાશે અને દાણચોરી રોકવા માટે એજન્સીઓ વચ્ચે વધુ સહકાર વધારવામાં આવશે.
Reporter: admin