હરણી બોટકાંડ મુદ્દે હમેશા અવાજ ઉઠાવનારા ભાજપાના કોર્પોરેટર આશિષ જોષીએ પોતાના ફેસબુક પેજ ઉપર એક પોસ્ટ મૂકીને પુનઃ એક વખત ન્યાયની માગ કરી છે. તેઓની પોસ્ટના કારણે રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. તેઓએ પોસ્ટમાં હરણી બોટકાંડના મૃતકોના ફોટા મૂકીને લખ્યું છે કે આ જીવ 750 રૂપિયામાં 300 કમિશન ખાવામાં ગયા.
રાજકોટની દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. અને હાલમાં આ ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આદેશ મુજબની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે વડોદરા ખાતે હરણી બોટકાંડ હજુ લોકોના માનસપટ પરથી ભૂંસાયો નથી. આ કાંડમાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોના પરિવારજનો હજુ પણ ન્યાય માટે આશા લગાવીને બેઠા છે. આ મૃતકો માટે હંમેશા અવાજ ઉઠાવનાર ભાજપાના જ નગરસેવક આશિષ જોષી દ્વારા આજે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઉપર એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેઓએ મૃતકોના ફોટો મૂકી તેમાં લખ્યું કે આ જીવ 750 રૂપિયામાં 300 કમિશન ખાવામાં ગયા. તેઓ પાલિકાની સામાન્ય સભામાં પણ આ મુદ્દો ઉઠાવતા રહ્યા છે. અને મૃતકો માટે ન્યાયની માગ કરતા રહ્યાં છે. તેઓએ એવી બાધા પણ રાખી છે કે જ્યાં સુધી મૃતકોને ન્યાય નહિ મળે ત્યાં સુધી તેઓ અયોધ્યા ખાતે દર્શન કરવા માટે નહિ જાય. ત્યારે તેઓની આ પોસ્ટના કારણે રાજકીય ચર્ચાએ વેગ પકડ્યો છે.
મને ઈશ્વરનો સંકેત હશે કે ન્યાય મળે પછી દર્શને આવજે જયારે મારા દ્વારા આ પીડિત પરિવારોની તરફેણમા બાળકોને ન્યાય ના મળે ત્યાં સુધી અયોધ્યા પ્રભુ શ્રી રામના દર્શન નહિ કરું એ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે કેટલાક લોકો એની ટીકા કરતા હતા પણ મને ભગવાન શ્રી રામે જ જાણે સંકેત આપ્યો હોય એવું લાગતું હતું કે એ કહેતા હોય કે શુ કરીશ અહીંયા આવી મારા દર્શન કરીને એના કરતા ભૂલકાઓને ન્યાય અપાવી મારા દર્શન કરવા આવજે. આજે એ વાત સત્ય સાબિત થઇ રહી છે જે પ્રમાણે ઉત્તર પ્રદેશ અને અયોધ્યાના પરિણામો આવ્યા છે ત્યારે પ્રદેશ bjp મહામંત્રી એ કેવી પોસ્ટ મૂકી એ આપ જાણો જ છો અને અત્યારે ગુજરાત bjp કાર્યકર્તામા એવો ગણગણાટ છે કે અયોધ્યા નહિ જવાનું અને જાવ તો ત્યાં એક પણ રૂપિયો નહિ ખર્ચ કરવાનો આ બધી બાબતો જાણ્યા પછી મને આજે એવું લાગે છે કે મને મારા આરાધ્ય દેવ મહાદેવે આ બાધા લેવડાવી કે આ ભૂલકાઓને ન્યાય અપાવી પ્રભુ શ્રી રામના દર્શને જજે કારણ કે ઉપરવાળો તો ઉત્તર પ્રદેશના પરિણામો પહેલેથી જ જાણતો હતો એટલે મને હવે એવી ચોક્કસ આશા છે કે આ બધાજ પરિવાર ને ન્યાય મળશે અને હું પ્રભુ શ્રી રામ ના દર્શન કરવા જઈશ. - આશિષ જોષી , નગરસેવક
Reporter: News Plus