1લી માર્ચથી શહેરને હોર્ડીંગ ફ્રી બનાવાની મોટી મોટી જાહેરાતો કરાઇ હતી..

વડોદરા મહાનગર સેવા સદન માં ભારતીય જનતા પાર્ટી શાસિત અને સંચાલિત કોર્પોરેશન માં માર્ચ ૨૦૨૫ થી હોર્ડિંગ ફ્રી સીટી માટે સ્ટેન્ડિંગ કમિટી માં નિર્ણય લેવા માં આવ્યો હતો. જેના ભાગ રૂપે કોઈ પણ નાગરિક કે રાજકીય પક્ષ કે સ્થાનિકો ચાર રસ્તા ઉપર પોતાની જાહેરાત કે શુભેચ્છા મૂકી સકતા નથી પરંતુ આ નિયમો ખાસ હિત ધરાવતી સંસ્થા માટે છે કે નહીં તે ખબર પડતી નથી. વડોદરા ઇલેક્શન વોર્ડ ૨ માં આવેલ સૈનિક છાત્રાલય સર્કલ ઉપર અટ્ટાપી સમર ફેસ્ટ માટે ૧૦ x ૧૦ નું હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે. હોર્ડિંગ માં જાહેરાત પ્રમાણે આ બોર્ડ ૨૪-૨૫ મેં ૨૦૨૫ અને ૩૧ મેં અને ૧ જૂન ના રોજ કાર્યક્રમ માટે હતું. 1લી માર્ચથી શહેરને હોર્ડીંગ ફ્રી બનાવાની મોટી મોટી જાહેરાતો કરાઇ હતી પણ ૧૦/૬/૨૦૨૫ થઈ ગઈ છે
પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ જાણે અતાપી માટે પ્રેમની મીઠી નજર હોય તેમ આ હોર્ડિંગ લાગવા દીધું છે અને આજ દિન સુધી ઉતર્યું પણ નથી. વધુ માં વોર્ડ ૨ ના ભાજપ ના સ્થાનિક કોર્પોરેટરો પણ આ નજર અંદાજ કરી સામાન્ય જનતા ના પ્રતિનિધીની નૈતિક જવાબદારી પણ ભૂલી ગયા હોય એવું લાગે છે. શું આ હિત ધરાવતી સંસ્થા અતાપી કોર્પોરેશનના અધિકારી હોય કે ભાજપ ના ચૂંટાયેલા પ્રતિનિધિ નો સાથ મળી રહ્યો છે? સામાન્ય જનતા માટે હોર્ડિંગ લગાવવાની પરવાનગી ના આપતા કોર્પોરેશન ના અધિકારી અને ભાજપના કોર્પોરેટરને વિપક્ષ તરીકે આ સીધો સવાલ પ્રેસ ના માધ્યમ થી પૂછી રહ્યા છે. શહેર કોંગ્રેસના પ્રવક્તા ડો.નિકુલ પટેલે જણાવ્યું હતું. સવાલ એ છે કે આ લગાવાયેલા હોર્ડીંગ્સની સંસ્થા સામે પગલા લેવાશે કે કેમ . શહેરમાં અન્ય ઘણા સ્થળોએ પણ આ પ્રકારે હોર્ડીંગ્સ લગાવાયેલા છે તેથી હોર્ડીંગ્સ ફ્રી સિટી બનાવવામાં કોર્પોરેશન નિષ્ફળ ગયું છે.
Reporter: admin







