ગંગાસિંઘે શંકાશીલ ફાઇલો અટકાવીને ઇ-પોર્ટલ પર અપલોડ કરવા જણાવતા કોન્ટ્રાકટરોના પેટમાં તેલ રેડાયું
પાલિકાના અધિકારીઓના મળતીયા કોન્ટ્રાક્ટરો વર્ષોથી ચાલી આવતી ગડબડવાળી સિસ્ટમ સિવાય કામ કરવા માંગતા નથી. ગંગાસિંહજીએ રાજ્ય સરકારના આદેશનું પાલન કરવા જણાવ્યું છે. જેથી ભ્રષ્ટાચાર ઉપર લગામ કસી શકાય.
વડોદરા શહેરના પશ્ચિમ ઝોનના વિકાસના કામો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના કારણે બંધ થયા હોવાનો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહ રાજપુરોહિત ઉપર કોન્ટ્રાક્ટરો અને તેમના મળતીયા નેતાઓ આરોપ લગાવી રહ્યા છે. સચ્ચાઇ એ છે, ડે.કમિશનર ગંગા સિંઘે કોન્ટ્રાક્ટરોની ફાઇલો જોયા વગર જ મંજૂરી આપવાનું બંધ કરી દીધું છે અને તેના કારણે કોર્પોરેશનને લૂંટતી સિન્ડીકેટમાં ખળભળાટ મચી ગયો છે. ડે. કમિશનર ગંગાસિંઘ કાયદાકીય રીતે યોગ્ય જ કામ કરે છે અને શંકાશીલ ફાઇલોને જ અટકાવે છે અને તેથી લોભીયા કોન્ટ્રાક્ટરો અને તેમના મળતીયાઓના પેટમાં તેલ રેડાયું છે. વાસ્તવીક્તા એ છે કે ગંગાસિંઘ ભલે વડોદરા શહેરમાં નવા આઇએએસ અધિકારી છે પણ પશ્ચિમ ઝોનમાં હવે તેઓ પકડ જમાવી રહ્યા છે જ્યાં કોર્પોરેશનને લૂંટવાનો વર્ષોથી કારોબાર ચાલી રહ્યો છે. ગંગાસિંઘ પર આરોપ લગાવીને કોન્ટ્રાક્ટર અને મળતીયા નેતાઓ તથા અધિકારીઓ તેમના પર દબાણ લાવી રહ્યા હોવાનું સ્પષ્ટ જોવા મળે છે. ડે.કમિશનર ગંગા સિંઘ કાયદાકીય રીતે ગુજરાત સરકારની ગાઇડલાઇન મુજબ જ કામ કરી રહ્યા છે. પશ્ચિમ ઝોનના વિકાસના કામોની શંકાશીલ ફાઇલો અને કોન્ટ્રાક્ટરોના બિલોની ફાઇલ પર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહ રાજપુરોહિત સહી કરતા નથી. તેથી કોન્ટ્રાક્ટરોના પેટમાં બળવા માડ્યું છે. વાસ્તવમાં ડે.કમિશનર ગંગાસિંઘ રાજ્ય સરકારે બનાવેલ ઈ-સરકાર પોર્ટલ પર ફાઈલ અપલોડ કરવાની અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સૂચના આપી છે, જેથી કોન્ટ્રાક્ટરોના બિલ અટવાઇ ગયા છે. ગંગાસિંઘ રાજ્ય સરકારના નિયમોને આધિન કામ કરી રહ્યા છે તેમાં ખોટુ શું છે. પણ કોન્ટ્રાક્ટરો પ્રમાણિક અધિકારી કામ જ ના કરી શકે તેવો માહોલ બનાવીને તેમના મળતીયા અન્ય ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓનો સહારો લઇને ગંગાસિંઘ પર આરોપો લગાવી રહ્યા છે.ભુતકાળમાં પણ પશ્ચિમ ઝોનમાં જે ડે.કમિશનરો આવેલા છે તેમને પણ આ જ સિન્ડીકેટ દ્વારા હેરાનગતી કરાતી હતી. કોન્ટ્રાક્ટરો કોર્પોરેશનના પૈસા લૂંટી લેવાનો કારસો રચે છે અને ગંગાસિંઘ જેવા પ્રમાણિક અધિકારીઓ તેના પર લગામ કસે છે તે કોન્ટ્રાક્ટરોને ગમતું નથી. નિયમ મુજબ કામ કરવા જાય ત્યારે આઇએએસ અધિકારી પર બેફામ આરોપો લગાવામાં આવે છે તે વડોદરા શહેરની જનતા બરાબર જાણે છે.
ઇતિહાસમાં પહેલી વાર ચાર મહિનામાં કેતન જોશીની બદલી થઇ હતી
તાજેતરમાં થોડા સમય પહેલા જ પશ્ચિમ ઝોનમાં ગંગાસિંઘની નિમણુક કરાઇ છે. તે પહેલા ડે.કમિશનર કેતન જોશી હતા પણ ઇતિહાસમાં પહેલી વાર તેમની ચાર મહિનામાં જ બદલી કરી દેવાઇ હતી. કોઇ કમિશનર વડોદરામાં લાંબો સમય રહયા જ નથી. આજ પ્રકારે હવે કોન્ટ્રાક્ટરો અને નેતાઓ તથા અધિકારીઓ ગંગાસિંઘ પર દબાણ લાવી રહ્યા છે. પણ તેમણે સમજી જવું પડશે કે હવે હૈસો..હૈસો નહી ચાલે. ભાજપના 30 વર્ષનાં રાજમાં 25 કમિશનર આવ્યા છે અને વડોદરામાં છેલ્લા દસ વર્ષમાં 11 કમિશનર બદલાયા છે.
Reporter: admin