વડોદરા શહેર સૂસેન તરસાલી રોડ આનંદબાગ સોસાયટીની સામે વડોદરા મહાનગર સેવા સદનના કચરો ઉઠાવનાર ડમ્પર ચાલકે એક કાર ચાલકને પાછળથી ટક્કર મારતા કાર ગોળ ગોળ ફંગોળાઈ.

ડમ્પર ચાલક ત્યાથી ભાગી જવાની કોશિશ કરેલ પાછળથી આવતા બાઈક ચાલે કે જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ બજાવતા આગળ જઈને ડમ્પર ચાલકને ઉભો રાખેલ આ અકસ્માત થી ઘટના સ્થળે લોક ટોળા એકઠા થઈ ગયા હતા. ફોરવીલર અને અન્ય બે વાહનોને ટક્કર માર્યા બાદ આ ડમ્પર ચાલક લોક તોડા ભેગા થઈ જતા મારની બીકના મારે ત્યાંથી નાસી ગયેલ લોકોનું કહેવું છે કે આ ડમ્પર ચાલક અને ક્લીનર બેઉ નશાની હાલતમાં હતા

ઘટના સ્થળે 112 જનરક્ષક પોલીસના બે વાહનો આવી પહોંચ્યા હતા, દૂર દૂર સુધી આ અકસ્માતના લીધે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા ઘટના સ્થળે વિસ્તારના કાઉન્સિલર ઘનશ્યામભાઈ પટેલ આવી પહોંચ્યા હતા જેમને જણાવ્યું કે અગાઉ પણ આ રીતે ની ઘટનાઓ થઈ છે ડમ્પર ચાલકો બેફામ બન્યા છે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરે છે ડમ્પર અને ક્લીનરને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા છે ડ્રાઇવરની શોધખોડ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે


Reporter: admin







