ભાજપના અગ્રણી મેહુલ કૃષ્ણકાંત ઝવેરી અને સ્નેહલ કૃષ્ણકાંત ઝવેરીનાઓ દ્વારા સેન્સસ નંબર 05-04-450-000-039-021 વાળી મિલકત નું વડોદરા મહાનગર પાલિકાને ખોટું માપ બતાવી વર્ષોથી પ્રોપર્ટી ટેક્સ પેટે કરવામાં આવતી ચોરી વડોદરા મહાનગર પાલિકાના એસેસર એન્ડ ટેક્ષ કલેકટર અને ટીમ દ્વારા ફરિયાદ ના આધારે પકડી પાડી એપ્રિલ 2017 થી કુલ 130737/- રૂપિયા નું બાકી બિલ એરિયર્સ તરીકે અને રેગ્યુલર બિલ રૂપિયા 27173/- થી વધારી રૂપિયા 44969/- કરી દેવામાં આવ્યું છે.

ભાજપના નેતા દ્વારા જ આ પ્રકારે પ્રોપર્ટી ટેક્સની ચોરી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. કોર્પોરેશનની ટીમ દ્વવારા જ આ ખુલાસો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સુધી આ મામલે ફરિયાદ કરાઇ હતી જેમાં જણાવાયું હતું કે સિલ્વર કાસ્કેડ એપાર્ટમેન્ટ પ્રોપર્ટી નકશા પ્રમાણે કોમ્યુનિટી હોલ તરીકે મંજૂર કરાઇ છે અને તેનું માપ 130.1 સ્ક્વેર મીટર છે પણ મેહુલ ઝવેરી અને સ્નેહલ ઝવેરીએ પોતાની વગ વાપરીને પ્રોપર્ટી બિલમાં દસ્તાવેજો વગર માલિક તરીકે કોણાર્ક કન્સ્ટ્રક્શનનું નામ દાખલ કરાવી ખોટુ માપ બતાવી 1995થી કોર્પોરેશન સાથે આર્થિક છેતરપિંડી કરી હતી.


Reporter: admin







