તાજેતરમાં જ વડોદરા મહાનગરપાલિકા ની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 16ના મ્યુન્સિપલ કાઉન્સિલર સ્નેહલ પટેલ દ્વારા ભીની આંખે મીડિયા સમક્ષ રજુઆત કરી હતી કે પાણી પુરવઠા વિભાગ ના અધિકારીઓ ખોટા રીપોર્ટ મેયરને રજૂ કરે છે
અને મેયર તેને માન્ય રાખી અમોને કહે છે કે તમારા વિસ્તારમાં પાણી તકલીફ નથી જ્યારે આજરોજ મળેલી વોર્ડ નંબર 16ની સંકલન બેઠકમાં સ્થાઈ સમિતિના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના દ્વારા કે તેમની જે રજૂઆત હતી તેને માન્ય રાખી આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર 16 ના કાઉન્સિલર સ્નેહલ પટેલ, ઘનશ્યામભાઈ સોલંકી સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દક્ષિણ ઝોન એએમસી નીતિન સોલંકી ક્રાઉન પ્લાનિંગ જીતેશ ત્રિવેદી દક્ષિણ ઝોન કાર્યપાલક ઈજનેર અનુપ પ્રજાપતિ અને દક્ષિણ ઝોનના અધિકારી સાથે સંકલન બેઠક મળી હતી અને વોર્ડ નંબર 16ના પ્રાણ પ્રશ્નો નો વહેલી તકે નિરાકરણ આવે અને મ્યુન્સિપલ કાઉન્સિલરોમાં અને અધિકારીઓમાં સંકલન નો અભાવ દૂર થાય.
અત્રે ઉલ્લેખનીય છે કે,પ્રજાના પ્રશ્નો ને વાચા આપતા મ્યુ કાઉન્સેલર સભા બાદ મીડિયા સમક્ષ પોતની રજુઆત કરતા ભીની આંખે કરવી પડી હતી અને તે સમાચાર વહેતા થતા આજરોજ સ્થાઈ સમિતિ અઘ્યક્ષ દ્વારા વોર્ડ નંબર 16ની સંકલન બેઠકનું આયોજન કરાયું હતું તેમ ફલીત થયું હોય તેમ જણાઈ આવે છે.
Reporter: News Plus