News Portal...

Breaking News :

ડોક્ટર હેમાંગ જોશી નો ભવ્ય વિજય થાય તે માટે અકોટા વિધાનસભામાં અનુસૂચિત જાતિ સમાજનો સંમેલન યોજાયું હતું

2024-05-04 16:40:35
ડોક્ટર હેમાંગ જોશી નો ભવ્ય વિજય થાય તે માટે અકોટા વિધાનસભામાં અનુસૂચિત જાતિ સમાજનો સંમેલન યોજાયું હતું


નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વાર દેશ નું નેતૃત્વ સંભાળવા જઈ રહ્યા છે ત્યારે આ ઐતહાસિક વિજય માં સહભાગી બની  રેકોર્ડ  બ્રેક 5 લાખ કરતા વધુ  મતો ની લીડ થી જીત હાંસલ કરવા વડોદરા લોકસભા ચુંટણી અંતર્ગત ર્ડો.હેમાંગભાઈ જોશી નો ભવ્ય વિજય થાય તે હાકલ થી અકોટા વિધાનસભા મા વોર્ડ નં - 10 માં  અનુસુચિત જાતિ સમાજ નો સામાજીક સંવાદ કાર્યક્રમ ગોત્રી એસટી કોલોની રોડ ખાતે યોજાયો કાર્યક્રમ લોકસભા ની ચુંટણી ના પ્રચારક અનુ. જા. મોરચા ના પ્રદેશ અધ્યક્ષશ્રી ગૌતમભાઈ ગેડીયાજી,ધારાસભ્યશ્રી ચૈતન્યભાઈ દેસાઈ પ્રદેશ અનુ.જા. મોરચા મહામંત્રી દેવનભાઈ વર્મા વડોદરા શહેર પ્રભારીશ્રી મુકેશભાઈ શ્રીમાળી ભાનુભાઇ પરમાર વોર્ડ 10 ના પ્રમુખ  કાઉન્સિલરો  તેમજ અનુ જાતિ   મોરચા શહેર સંગઠન ટીમ અને કાર્યકર્તા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. 


કંચનલાલ ના ભટ્ટા સામે આવેલા એસ ટી કોલોમી રોડ ખાતે વડોદરા મહાનગર  અનુ જાતિ મોરચા નો સામાજિક સંવાદ કાર્યેક્મ વડોદરા ભાજપા  શહેર પ્રમુખ ડો વિજયભાઈ શાહ ના માર્ગદર્શન   હેઠણ  અનુ જાતિ મોરચા ના પ્રમુખ  હર્ષદ પરમાર ની આગેવાની માં યોજાયો હતો જેમાં સ્ટાર પ્રચારક  અનુ જાતિ મોરચા ના  પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ભાઈ ગેડીયા એ    જોમ જુસ્સા સાથે સભા ને સંબોધી હતી અને કોંગ્રેસ ને આડે હાથ લઇ અનામત બાબતે વિડિઓ સાથે છેડછાડ કરી દુષ્પ્રચાર ફેલાવતા સામે ચેતજો તેમ  કહ્યું હતું બાબા સાહેબ ને માનસંન્માન કદી કોંગ્રેસ આપ્યું નથી પણ બાબા સાહેબ  ડો ભીમરાવ આંબેડકર જી  ને ભારત રત્ન  ભાજપા એ આપ્યું છે  સાથે મોરચા ના મહામંત્રી દેવન વર્મા અને અકોટા ના ધારાસભ્ય ચૈતન્ય ભાઈ  દેસાઈ એ પ્રજા જનો ને સંબોધન કર્યું હતું મોરચા ના પ્રમુખ હર્ષદ ભાઈ વકીલે સ્વાગત પ્રવચન કરી લોકસભા ના ઉમેદવાર ડો હેમાંગ ભાઈ જોશી ને 5 લાખ થી વધુ ની લીડ થી જીત અપાવા સંકલ્પ કર્યો હતો ગોત્રી ખાતે યોજાયેલ સંમેલન માં મોટી સંખ્યા માં પ્રજા જનો ઉપસ્થિત રહી ભાજપ ને સમર્થન આપ્યું હતું

Reporter: News Plus

Related Post