અમિત શાહે બોડેલીમાં કહીંયુ હતું કે 'જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ અનામતને હાથ લગાવી નહીં શકે, કોંગ્રેસ એક નંબરની આદિવાસી વિરોધી પાર્ટી છે'રાજ્યમાં લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યાં છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 5 લાખથી વધુની લીડથી જીત માટે અનેક પ્રયાસ શરૂ કર્યા છે. જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચાર અર્થે ફરી ગુજરાતના પ્રવાસે છે. જે અંતર્ગત આજે તેઓ છોટાઉદેપુરના બોડેલીમાં તેમજ વલસાડના વાંસદામાં ત્યાર બાદ બપોરે દમણ-દીવમાં જનસભાને સંબોધશે. છોટા ઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના પ્રચાર માટે સભા સંબોધીને મતદારોને રીઝવવાના પ્રયત્નો કરશે. 35 હજાર જેટલી મેદની સમાય તેવી વ્યવસ્થા કરાઇ છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ગૃહમંત્રીની સભાને લઇને વિશેષ બંદોબસ્ત કરાયો છે. પ્રદીપસિંહ જાડેજા, ગોરધન ઝડફિયા, ,નારણ રાઠવા, રામસિંહ રાઠવા, ગીતાબેન રાઠવા તેમજ અન્ય ધારાસભ્યો પણ ઉપસ્થિત છે.'કોંગ્રેસ એક નંબરની આદિવાસી વિરોધી પાર્ટી છે'મોદીએ 10 વર્ષની અંદર કરોડો ગરીબોના જીવનમાં અજવાળું પાથરવાનું કામ કર્યું છે. બાબા સાહેબ આંબેડકર બંધારણમાં લખીને ગયા હતા, આદિવાસીઓની જેટલી વસ્તી હોય તે પ્રમાણે બજેટમાં હિસ્સેદારી આપવી. ભારતનું બંધારણ આવ્યા પછી નરેન્દ્ર મોદીએ ગુજરાતના બજેટમાં 14 % આદિવાસી વસ્તીને સમર્પીત કર્યા. કોંગ્રેસ એક નંબરની આદિવાસી વિરોધી પાર્ટી છે. એમના જમાનામાં આદિવાસી મંત્રાલય જ ન હતું. અટલજી 1999 વડાપ્રધાન બન્યા ત્યારે અટલ બિહારી વાજપેયીએ અલગ આદિજાતિ વિભાગ મંત્રાલય બનાવ્યું.
'રાહુલ બાબાએ ઘણીવાર 370ની કલમ હટાવવાનો ઈન્કાર કર્યો'
કર્ણાટકમાં તેમની સરકાર બની 5 % મુસલાનોને અનામત આપી એનો મતલબ 5 % અનામત બક્ષીપંચની છીનવી લીધી. આ તો ઉલટા ચોર કોટવાલ કો દાટે એવું થયું. અનામત એમણે છીનવી અને નામ ભાજપનું આપે. ખડગે એવું કહે છે કે, રાજસ્થાન અને ગુજરાતને કાશ્મીરને શું લેવા દેવા. ગુજરાતનો એક-એક માણસ કાશ્મીર માટે જીવ આપવા તૈયાર છે. 370ની કલમ હટાવવાની કામ ચાલતું હતું ત્યારે ઘણીવાર તો એમ થાય કે રાહુલ બાબા ઉભા ના થાય અને કઈ ના બોલે તો કોંગ્રેસને સારુ પણ આ તો રાહુલ બાબા ઉભા થયા અને કહ્યું 370 કલમ ના હટાવો નહીં તો કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે. 5 વર્ષ થયા 370 હટાવે લોહીની નદીઓ તો દૂર પણ એક કાંકરો પણ હલ્યો નથી હજુ સુધી. આ છે ભાજપની તાકાત
ભાજપ છે ત્યાં સુધી કોઈ અનામતને હાથ લગાવી નહીં શકે
હમણાં રાહુલ બાબા અને કંપનીએ ચલાવ્યું છે આ લોકો ખોટી અફવા ફેલાવે છે નરેન્દ્ર મોદી આવશે તો અનામત જતી રહેશે. કહેછે એમણે 400 પારનો નારો અનામત છીનવી લેવા આપ્યો છે. અરે રાહુલ બાબા સલાહકાર તો સારો રાખો. છોટા ઉદેપુરવાસીઓને કહીને જઉં છું, જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ અનામતને હાથ લગાવી નહીં શકે. SC, ST અને OBC પર કોઈ હાથ નહીં નાખી શકે.
ઇન્ડી એલાયાન્સ બની જાય તો વડાપ્રધાન કોણ બનશે ?: ગૃહમંત્રી ...જય શ્રી રામના નારા સાથે ભાષણની શરૂઆત કરી. ભગવાન સ્વામીનારાયણ અને હાફેશ્વરાબબાને પ્રણામ કર્યા. સભાને સંબોધતા કહ્યું જશુભાઈને આપેલો મત નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વાડાપ્રધાન બનાવશે. ચારેબાજુ સૌએ નરેન્દ્ર ભાઈને વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ લીધો છે. જો ઇન્ડી એલાયાન્સ બની જાય તો વડાપ્રધાન કોણ બનશે ? કોઈને નામ ખબર નથી. પણ અમારો તો ચોખ્ખો હિસાબ છે ભાજપા જીતશે તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે.
Reporter: News Plus