News Portal...

Breaking News :

પિતાએ શેરડીના રસમાં ઝેર આપી દેતા દાદા અને પત્નીનું મોત: પિતાએ આત્મહત્યા કરવા ઝેરી દવા પી લીધી

2024-05-04 16:28:35
પિતાએ શેરડીના રસમાં ઝેર આપી દેતા દાદા અને પત્નીનું મોત: પિતાએ આત્મહત્યા કરવા  ઝેરી દવા પી લીધી


શહેરના તરસાલી વિસ્તારમાં પરિવારને પિતાએ શેરડીના રસમાં ઝેર આપી દેતા દાદા અને પત્નીનું મોત થતાં સમગ્ર વિસ્તાર માં ચકચાર મચી છે.પુત્ર સયાજી હોસ્પિટલમાં  આઇસીયુમાં મરણ જીવન વચ્ચે જોલા ખાઈ રહ્યો છે, ત્યારે પિતાની પોલીસે પૂછપરછ કરતા ઝેર આપ્યું હોવાની વાત સામે આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.ગત રાત્રે પિતાએ પણ પોલીસ કાર્યવાહી દરમ્યાન ઝેર પી લેતા પિતાની હાલત પણ ગંભીર થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.પોલીસેકહ્યું હતું કે, આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાનું પ્રથમ નજરે પડે છે.



આ ઘટના આશરે રાત્રે 1 વાગે બની છે.આકાશનો કોલ મળતા મિત્રો દોડી આવ્યા હતા.પિતા ચેતનભાઈ સોનીએ ઝેર આપ્યું હોવાનું પૂછપરછમાં માલુમ પડ્યું છે.માતા બિંદુબેન સોનીનું સારવાર દરમ્યાન મોત થયું છે. પુત્ર આકાશ સાવલીમાં  કે જે આઈ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને આઇટી અભ્યાસ દરમિયાન ઇન્ટનશીપ જોબ કરતો હતો.ઉક્ત બનાવ અંગે મિત્ર મોહમ્મદ ભાઈ એ જણાવ્યું હતું કે હું ગયો ત્યારે વોમેટિંગ થતી હોવાથી દવા લઈને તાત્કાલિક ઘરે આવ તેવું આકાશે જણાવ્યું હતું.



ગઈ કાલે રાત્રે પિતા ચેતન ભાઈ એ ઝેરી દવા પાઇ હોવાનું કબૂલ કર્યું હતું .અને બાદમાં દવા ઘાટઘટાવી અને ત્યારબાદ પોલીસ સયાજી હોસ્પિટલમાં આત્મ હત્યાની કોશિષ કરનારને લઇ ગઈ હતી.પિતાએ માતા અને પિતાના પોલીસને જાણ વિનાજ  તરસાલી અગ્નિ સંસ્કાર કર્યા હતા.આર્થિક સંક્રમણ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. પોલીસે પિતા સામે ipc 302 દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: News Plus

Related Post