વડોદરા: કોર્પોરેશન ચાર ઝોનમાં વહેંચાયેલું છે તે ચાર ઝોન ના ચાર ડેપ્યુટી કમિશનરની નિમણૂક પણ કરવામાં આવેલી છે
ત્યારે આ ચાર ડેપ્યુટી કમિશનરે સંપૂર્ણ રીતે ઝોનમાં હાજર રહી લોકોના પ્રશ્નો ઝોન કક્ષાએ ઉકેલ આવે અને લોકોને મુખ્ય કચેરી સુધી આવવું પડે નહીં તે અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ એ તાજેતરમાં હુકમ જારી કર્યો છે ત્યારે અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે કે ચાર ઝોનમાંથી ત્રણ ઝોનના ડેપ્યુટી કમિશનરોને વધારાના ચાર્જ પણ આપવામાં આવ્યા છે તેઓ સંપૂર્ણ રીતે ફરજ બજાવી શકે તેવી પરિસ્થિતિ નથી. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુએ તાજેતરમાં હુકમ જારી કરી જણાવ્યું છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રજાના પ્રશ્નો તેમજ સમસ્યાઓનો નિકાલ સ્થળ પર આવે અને ચૂંટાયેલી પાંખ સાથે સંકલન કરી તેઓની રજૂઆતો ના પ્રશ્નો નો ઝડપી નિરાકરણ આવે તે માટે ઝોન કચેરીની વ્યવસ્થા કરી છે. ડેપ્યુટી કમિશનર ની નિમણૂક કરી છે.
લોકો ની ફરિયાદો અંગે મુખ્ય કચેરી સુધી આવવું પડે નહીં તેને ધ્યાનમાં રાખી ડેપ્યુટી કમિશનરો એ ઝોન કક્ષાએ સંપૂર્ણ રીતે ફરજ બજાવવાની રહેશે. આ ચાર ઝોનમાં પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર તરીકે ગંગા સિંગ ઉત્તર ઝોનના ડેપ્યુટી કમિશનર તરીકે વી એમ રાજપુત પૂર્વ ઝોનના સુરેશ તુવેર અને દક્ષિણ ઝોનના અલ્પેશ મજમુદાર ની નિયુક્તિ કરવામાં આવી છે. અત્રે યાદ આપવું જરૂરી છે કે ત્રણ ઝોનના ડેપ્યુટી કમિશનર સંપૂર્ણપણે ઝોન કક્ષાએ ફરજ બજાવી શકે તેવી પરિસ્થિતિ નથી કારણ કે, તેઓ પાસે કોર્પોરેશનના અન્ય વિભાગો પણ ફાળવવામાં આવેલા છે જેથી સવારે તેઓ ઝોન કક્ષાએ ફરજ બજાવે છે જ્યારે બપોર બાદ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે ફરજ બજાવતા હોય છે.
Reporter: admin