આગામી 9 મેના શુક્રવારે યોજાયેલી સ્થાયી સમિતીની બેઠકમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ટ્રાફિક શાખા, રોડ શાખા, ડ્રેનેજ શાખા સહિતના વિભાગોની 16 દરખાસ્તો રજુ કરાઇ છે.
મહત્વની દરખાસ્તોમાં ઉત્તર ઝોનમાં 1 કરોડની મર્યાદામાં 25 લાખ વધારીને પથ્થર પેવિંગ કર્બીંગ કરવાના કામની હરસિદ્ધી કન્સ્ટ્રક્શનની દરખાસ્ત રજૂ કરાઇ છે તો પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 35 કરોડની મર્યાદામાં કાચા રસ્તા, પાકા સેન્ટ્રલ ડવાઇડર વરસાદી ગટર સહિતના કામો માટે ઇજારદાર શિવમ કન્સ્ટ્રક્શનના 17.50 ટકા વધુ ભાવની દરખાસ્ત રજુ કરાઇ છે તો પશ્ચિમ ઝોનમાં જ વાર્ષિક ઇજારાથી 15 કરોડની મર્યાદામાં રાજ ઇન્ફ્રાસ્ટ્રકચરના 13 ટકા વધુ ભાવની દરખાસ્ત કરાઇ છે.
ઉપરાંત પૂર્વ ઝોનમાં 70 લાખની મર્યાદામાં જયસ્વાલ ડેવલોપર્સના ઇજારામાં વધારો કરવાની દરખાસ્ત રજુ કરાઇ છે તો પૂર્વ ઝોનમાં 8 કરોડની મર્યાદામાં કાચા રસ્તા પાકા કરવાના કામે જય એન્ટરપ્રાઇઝને સમય મર્યાદા વધારવાની દરખાસ્ત કરાઇ છે. પૂર્વ ઝોનમાં 6 કરોડની મર્યાદામાં બી.ડી.સોરઠીયાના કામમાં 6 કરોડમાં વધુ 15 કરોડની મર્યાદા વધારવા દરખાસ્ત કરાઇ છે. વોર્ડ નંબર 17માં તરસાલી રીંગ રોડ પર રુપારેલ કાંસને પાકો કરી કવર્ડ કરવા અગ્રવાલ કન્સ્ટ્રક્શનને 20.50 ટકા વધુ ભાવે 73586345 રુપિયાની દરખાસ્ત રજુ કરાઇ છે.
Reporter: admin







