News Portal...

Breaking News :

રુપારેલ કાંસ પરનું 4 માળનું ગેરકાયદેસર બિલ્ડીંગ તોડવામાં કોર્પોરેશનને બીક લાગે છે, આજે પણ દબાણ ના તોડ્યુ

2025-05-08 09:56:03
રુપારેલ કાંસ પરનું 4 માળનું ગેરકાયદેસર બિલ્ડીંગ તોડવામાં કોર્પોરેશનને બીક લાગે છે, આજે પણ દબાણ ના તોડ્યુ


ગેરકાયદેસર બિલ્ડિગની મંદ ગતીએ ચાલતી પાલિકાની કામગીરી.



શહેરના પાણીગેટ બહાર આયુર્વેદીક કોલેજ પાસેની રુપારેલ કાંસ પર જ 4 માળની ગેરકાયદેસરની ઇમારત બનાવી દેવાઇ છે. અહીં જ આવેલી ઉદ્યોગનગર સોસાયટીના રહિશોએ આ મામલે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆતો કરી હતી . હવે કોર્પોરેશન અચાનક જાગ્યું છે અને આજે અચાનક મંગળવારે ટાઉન પ્લાનિંગની ટીમ સાથે દબાણ શાખા દ્વારા દબાણ તોડવાની કામગિરી એસ.આર.પી. જવાનોના બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. જો કે દબાણ શાખાની ટીમે દબાણ તોડવાનું માત્ર નાટક જ કર્યું હતું. દિવાલો તોડીને સંતોષ માન્યો હતો. બીજી તરફ બુધવારે તો આ ગેરકાયદેસર દબાણ તોડવાની કામગિરી મંદ ગતીએ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ સીએમઓ સુધી ફરિયાદ કરેલી છે. રહિશોએ રજૂઆતો કરી હતી પણ આ દબાણ હજું તુટતું નથી. આ મામલે કોર્પોરેટર આશિશ જોશીએ સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરીને મ્યુનિ.કમિશનર દિલીપ રાણાનો ઉધડો લઇ લીધો હતો. ભારે દબાણ પછી આખરે તબાણ તોડવાનું નાટક કરાયું હતું પણ નવાઇની વાત એ છે કે મકાનના બિમ અને પિલર તોડાશે તો જ કાંસની સફાઇ થઇ શકશે પણ કોર્પોરેશન જાણે નાટક જ કરવા દબાણ તોડતું હોય તેવુ લાગી રહ્યું છે.  ઉદ્યોગનગર કો.ઓ.હાઉસિંગ સોસાયટીના રહિશોએ કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ માગ કરી છે કે તેમની સોસાયટીના પ્રવેશદ્વાર મેલડીમાતાના મંદિર આગળ બિનઅધિકૃત બાંધકામ થઇ રહ્યું છે અને તેનો કચરો કાંસમાં પડી રહ્યો છે. ગયા વર્ષે કરાયેલી આ રજૂઆતમાં રહિશોએ જણાવ્યું હતું કે ચોમાસાની શરુઆત હોવાથી અમારી સોસાયટીના માર્ગો પર પાણી ભરાઇ જાય છે અને ગંદકીનું પ્રમાણ પણ વધી ગયું છે અને તેના કારણે રોગચાળો ફેલાઇ શકે છે. જેથી વહેલીતકે આ બાંધકામ તોડવું જરુરી છે. જો કે એક વર્ષ પહેલાં આ રજૂઆત કરાઇ હતી પણ અત્યારે 1 વર્ષ પછી પણ સમસ્યા હજું ઉભી જ છે . નવાની વાત એ છે કે આ જગ્યા પર પહેલાં જેસીબી જતું હતું પણ એટલું દબાણ થયું છે કે અત્યારે સ્કૂટર પણ ત્યાંથી પસાર થઇ શકે તેમ નથી. કાંસ પર થયેલું આ સૌથી મોટુ દબાણ છે. કોર્પોરેશને દિવાલો તોડી છે. પણ બિલ્ડીંગ તોડવાનું બાકી છે. પણ અગમ્યકારણોસર અધિકારીઓ આ  આ દબાણ હટાવતા નથી તો કાંસની સફાઇ તેઓ કઇ રીતે કરશે. પિલ્લરો સાથે મકાન તોડવાનું છે.



રહેમાની પાર્કમાં આવા 2 મકાન, હજું તોડવાનું બાકી 
રુપારેલ કાંસમાં ગેરકાયદેસર સ્ટ્રકચર આજે પણ એવું છે જેવું પહેલા હતું. કોર્પોરેશનની શું મંછા છે તે ભગવાન જાણે. આ ગેરકાયદેસર બિલ્ડીંગ પાછળ પણ તેની આડમાં પણ એક મોટુ મકાન છે. જે ગેરકાયદેસર છે. રહેમાની પાર્કમાં આવા 2 મકાન છે. તે પણ ગેરકાયદેસર જ મકાન છે. એ તો હજું તોડવાનું બાકી જ છે. 
આશિશ જોશી, કોર્પોરેટર

Reporter: admin

Related Post