ઊપભોક્તા અધિકાર સંગઠન દ્રારા આજે ઊપભોક્તા જાગૃત કાર્યકમ માંજલપુર ખાતે આવેલ બ્રિજ પાર્ક ખાતે યોજાયો.

24 ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલના યુગમાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ થવાના કારણે અનેક સાયબર ક્રાઇમના બનાવો વધવા લાગ્યા છે ત્યારે લોકોમાં અને બાળકોમાં જનજાગૃતિ આવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સંસ્થા દ્વારા નજીવા દરે કેસ લડવામાં આવે છે જેમકે પહેલાના જમાનામાં ગ્રાહક એ રાજા કહેવામાં આવતો હતો પરંતુ ઓનલાઇન મંગાવેલી વસ્તુઓ રિફંડ ન કરવી અથવા રિપ્લેસ ન કરવી જેને લઈને ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે જ જેને લઈને ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા ગ્રાહકને ન્યાય આપવામાં આવે છે.

સાથે ગ્રાહકને પડતી મુશ્કેલીઓની પણ સમાધાન કરી આપવામાં આવે છે ત્યારે આજના ટેકનોલોજીના યુગમાં લોકો સાથે થયેલી સાઇબર ક્રાઇમની ઘટનાઓને લઈને આજે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપભોક્તા અધિકાર સંગઠનના અધ્યક્ષ નવીનભાઈ શર્મા, માંજલપુર પોલીસ ચોકીના સાઇબર ક્રાઇમ ના અધિકારી સાથે સ્થાનિક લોકો અને મહિલાઓ બાળકો કાર્યક્રમ હાજર રહ્યા હતા.





Reporter: admin







