સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરતા ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે સુનાવણી દરમિયાન કહ્યું હતું, કે 'સ્વાસ્થ્ય કર્મીઓમાં મહિલા તબીબ સૌથી મહત્ત્વપૂર્ણ છે.
યુવા ડૉક્ટર 36 કલાક કામ કરી રહ્યા છે. ડૉક્ટરોને સુરક્ષા આપવા માટે રાષ્ટ્રીય પ્રોટોકોલ વિકસિત કરવાની જરૂર છે. જો મહિલાઓ કામ કરવા નહીં જઈ શકે તો આપણે તેમને સમાનતાથી વંચિત કરી રહ્યા છીએ.' સુપ્રીમ કોર્ટે કહ્યું હતું, કે 'પ્રિન્સિપાલે આ કેસને આપઘાત બતાવવાનો પ્રયાસ કર્યો? અને તેને બીજી જગ્યાએ પ્રિન્સિપાલ બનાવી દેવામાં આવ્યો? FIR કરવામાં પણ વિલંબ થયો. સાત હજાર લોકો હોસ્પિટલમાં ઘૂસી ગયા તો પોલીસ શું કરી રહી હતી?' પશ્ચિમ બંગાળ તરફથી હાજર થયેલા વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું, કે 'તપાસ બાદ તરત જ FIR નોંધવામાં આવી હતી.
નોંધનીય છે કે આ મામલે સુપ્રીમ કોર્ટે CBIને સ્ટેટસ રિપોર્ટ આપવા નિર્દેશ આપ્યા છે. CBIએ ગુરુવાર સુધીમાં તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવાનો રહેશે. જેમાં અત્યાર સુધી કેટલા પગલાં લેવામાં આવ્યા તેની જાણકારી CBIએ આપવાની રહેશે.CJIએ નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરતાં કહ્યું હતું, કે 'આ રાષ્ટ્રહિતનો મામલો છે, અમારા પર ભરોસો કરો, અમે સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા સુનિશ્ચિત કરીશું. ડોક્ટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી રહ્યા છીએ. જે તબીબો હડતાળ કરી રહ્યા છે તે સમજે કે હેલ્થ કેર સિસ્ટમ તમારા પર નિર્ભર છે.'
Reporter: admin