વડોદરા : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અમિત ચાવડા પદભાર સંભાળનાર હોય ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ ના હોદેદારો અને કાર્યકરો અમિત ચાવડા ને સાંભળવા માટે અમદાવાદ જવા રવાના થયા હતા.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ અમિત ચાવડા આજે દિલ્હીથી અમદાવાદ પરત ફર્યા હતા, અમદાવાદ એપોર્ટ પર જ્યાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના સ્વાગત માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આજે અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં આગેવાનો અને નેતાઓ સાથે કાર્યકરો જોડાનાર છે.

ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ જવા માટે રવાના થયા હતા જેમાં કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષી નેતા, અને આગેવાનો સાથે કાર્યકરો દાંડિયા બજાર ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય થી અમદાવાદ જવા રવાના થયા હતા. તેમ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ એ જણાવ્યું હતું.


Reporter: admin







