નવીદિલ્હ : કોંગ્રસના નેતા નટવર સિંહનું 95 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થઇ ગયું. તે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. નટવર સિંહ અગ્રણી કોંગ્રેસી નેતા હતા જેમણે યુપીએના શાસનમાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ હસ્તક કામ કર્યું હતું.
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પૂર્વ કેન્દ્રીય મંત્રીના નિધન પર સંવેદના વ્યક્ત કરી હતી. ભજનલાલ શર્માએ એક્સ પર પોસ્ટ કરી હતી કે ભારત સરકારમાં પૂર્વ વિદેશમંત્રી, પદ્મ વિભૂષણથી સન્માનિત નટવર સિંહના નિધન અંત્યત દુઃખદ છે. ભગવાનથી પ્રાર્થના છે કે દિવંગત આત્માને ચરણોમાં સ્થાન અને તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે.
કુંવર નટવર સિંહ મે 2004થી ડિસેમ્બર 2005 સુધી વિદેશ મંત્રી પદે કામ કરી ચૂક્યા હતા. તેમને 1953 માં ભારતીય વિદેશ સેવા માટે પસંદ કરાયા હતા. 1984 માં તેમણે કોંગ્રેસ પાર્ટીના સભ્ય તરીકે ચૂંટણી લડવા રાજીનામુ આપી દીધું હતું. ચૂંટણી જીત્યા અને 1989 સુધી કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે કામ કર્યું હતું.
Reporter: admin