News Portal...

Breaking News :

અમેરિકન એથ્લિટ નાઇજાહ હ્યુસ્ટનના મેડલનો રંગ ઉતરી ગયો

2024-08-10 21:07:16
અમેરિકન એથ્લિટ નાઇજાહ હ્યુસ્ટનના મેડલનો રંગ ઉતરી ગયો


પેરિસ: હાલમાં ચાલી રહેલ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ અને ફ્રાન્સમાં આયોજિત અત્યાર સુધીનું સૌથી મોટું આયોજન છે. 


આ દરમિયાન રમાઈ રહેલ તમામ રમત અને તેમાં મળતી હારજીત ઇતિહાસમાં નોંધાઈ જશે. હમણાં દરરોજ અલગ-અલગ દેશોથી વિવિધ સ્પોર્ટસમાં જીત થઈ હોય તેવા ખેલાડીની ઘટના સામે આવી રહી છે. કોઈપણ એથ્લિટ માટે ઓલિમ્પિક મેડલ જીતવો એ જીવનમાં એક વખત મળતી તક છે પરંતુ જો ઓલિમ્પિક પૂરો થાય તે પહેલાં જ મેડલ પોતાની ચમક ગુમાવી દે તો, વર્તમાન પેરિસ ઓલિમ્પિક 2024 માં બ્રોન્ઝ મેડલ જીતનારા અમેરિકન એથ્લિટ નાઇજાહ હ્યુસ્ટન એ એવો જ આરોપ લગાવ્યો છે કે મને મળેલા મેડલનો રંગ ઉતરી ગયો છે અને તે ખરાબ થવા લાગ્યો છે. પેરિસ 2024માં USA સ્કેટબોર્ડ ટીમની મેમ્બર નાઇજાહે ઓલિમ્પિક મેડલની ક્વોલિટી પર ચિંતા વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. 


29 વર્ષીય આ ખેલાડીએ 30 જુલાઈના રોજ પુરુષોની સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગમાં ત્રીજા સ્થાન પર રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ખેલમાં જાપાનના યુટો અને હોરિગોમે ગોલ્ડ અને અમેરિકાના જૈગર ઈટને સિલ્વર મેડલ જીત્યો હતો. એક્સ ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 18 ગોલ્ડ મેડલ જીતનાર જાણીતા સ્કેટબોર્ડરે ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર ખરાબ થઈ રહેલા બ્રોન્ઝ મેડલની તસવીર શેર કરી હતી. તેમણે એક વીડિયોમાં કહ્યું કે, આ ઓલિમ્પિક મેડલ ત્યારે સારા લાગે છે જ્યારે તે નવા હોય છે. પરંતુ તેને થોડા સમય માટે પરસેવાવાળી પોતાની ત્વચા પર રાખવો અને પછી વિકેન્ડમાં પોતાના મિત્રોને આપ્યા બાદ તેની ક્વોલિટી સામે આવે છે. આ મેડલ જીત્યાને માત્ર એક અઠવાડિયું થયું છે.

Reporter: admin

Related Post