વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે શુભેચ્છા મુલાકાત કરી વડોદરા શહેરના પ્રશ્નોનો જલ્દીથી નિકાલ થાય તે બાબતની રજૂઆત પણ કરી હતી.
વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી, પાલિકામાં પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા પટેલ સહિતના કાઉન્સિલરો દ્વારા હાલમાં જ ચાર્જ સંભાળેલ નવા કમિશનર અરુણ મહેશ બાબુની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને વડોદરા શહેરમાં પાણી રોડ રસ્તા ડ્રેનેજ સહિતના પ્રશ્નો છે તેનો જલ્દીથી નિકાલ થાય અને લોકોને સુવિધા સાથેનું વડોદરા મળે તે બાબતની રજૂઆત પણ કરી હતી.

શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી એ જણાવ્યું હતું કે એક પછી એક કમિશનર બદલાય છે પરંતુ વડોદરા ની પરિસ્થિતિ બદલાતી નથી ત્યારે વડોદરા ના કમિશનરને મળીને રજૂઆત કરી છે કે લોકોને પાણી રોડ રસ્તા સહિતના પ્રશ્નોમાંથી છુટકારો મળે.

જ્યારે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ એ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં કમિશનર આવે છે અને જાય છે ત્યારે આશા રાખીએ કે આ કમિશનર સત્તા પર બેઠેલા પદાધિકારીઓ સાથે તેઓનું સારું સંકલન થાય અને વડોદરા શહેરના હીતમાં કાર્યો થાય.
Reporter: admin







