1વડોદરા શહેરના પૂર પાછળના કારણો અને તંત્રની ગંભીર બેદરકાર ,ભ્રષ્ટાચાર ના લીધે થયેલી તારાજી સામે જ્યુડિશિયલ તપાસની માંગણી. અને જવાબદારો સામે કાયદાકીય પગલાં લેવા માંગણી.
2.વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા પ્રીમોન્સુનની કામગીરીમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર વિજિલન્સ તપાસની માંગણી.
3.શું વડોદરા વિશ્વામિત્રીના પૂર કે વરસાદના કારણે ડૂબ્યું ? હકીકત એ છે કે દર વર્ષે ૨ થી ૫ ઇંચમાં શહેરના તમામ વિસ્તારો,રસ્તાઓ,રોડ વિગેરે ડૂબી જાય છે. એજ રીતે આ વરસાદમાં આખું શહેર ડૂબી ગયેલ છે.
4.તંત્રની નિષ્કાળજી અને વર્ષોના બેદરકારીભર્યા વહીવટ, વિશ્વામિત્રીના પૂર અને આજવાનું મેનેજમેંટ કરવામાં આયોજનનો અભાવ,શહેરમાં કુદરતી કાંસો/તળાવો પૂરવામાં આવ્યા. આયોજનનો અભાવથી વરસાદનું પાણીને જવાના રસ્તાઓ ન હોવાના કારણે અને તંત્રની આ બાબતે ગંભીર બેદરકારી જેના કારણે કરોડોનું નુકશાન.
5.તંત્રની નિષ્કાળજી, વિશ્વામિત્રી નદીના પૂર અને આજવા સરોવરના પાણીના લેવલ બાબતે કોઈ ઠોસ નિર્ણય લેવામાં બેદરકારી, પ્રીમોન્સુનમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના લીધે શહેર ડુબી ગયું છે. અને કરોડોનું નુકશાન થયુ છે.
6.વડોદરા શહેર 2 થી 3 ઇંચ વરસદમાં રસ્તા અને સોસાયટીઓ વિગેરે ડૂબી ગયું હતું. અને પ્રીમોન્સુન કામગીરીમાં બેદરકારી અને ભ્રષ્ટ્રાચાર, કાંસ અને નદી પરના દબાણોના કારણે થયું. ભાજપ શાશકો અને કોર્પોરેશનના તંત્રની ગંભીર નિષ્કાળજી, ભ્રષ્ટાચાર, પ્લાનીગના અભાવને છુપાવવા માટે વડોદરાના પાણી ઉતરતા પહેલા જ આજવામાંથી પાણી છોડવામાં આવ્યું. અને 211 ફૂટે લાવવાનો નિર્ણય કર્યો. જો તંત્રએ ધાર્યું હતું તો આજવાનું પાણી 214-ફૂટ સુધી રોકી શહેરમાંથી પાણી ઊતરવાની રાહ જોઈ હોત. પરંતુ જાણી જોઈને પોતાની નિષ્ફળતા અને દોષ આજવા સરોવર પર ઢોળવા માટે પાણી છોડી ભાજપ શાસકો અને કોર્પોરેશન દ્વારા દ્વારા પોતાનો ભ્રષ્ટાચાર, બેદરકારી, અણઘડ વહીવટ ઢાકવાનો પ્રયાસ કર્યો. જેને અમો સખ્ખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.
7.કાયમી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી તથા આ વખતની પ્રીમોન્સુનની કામગીરી સામે વિજિલન્સની તપાસની માંગણી કરીએ છીએ.કારણ કે ૨ થી ૩ ઇંચમાં તો શહેર 24-મી તારીખે ડૂબી જ ગયું હતું. ત્યારે વિશ્વામિત્રી નદી ફ્ક્ત ૧૭-ફૂટે હતી.નદી ખાલી હતી। તો શું 24 મી તારીખે આખું શહેર ડૂબ્યું હતું. તેના માટે વિશ્વામિત્રીનું પૂર જવાબદાર હતું.
•શું તરસાલીના વિસ્તારો વિશ્વામિત્રીના પુરના કારણે ડુંબ્યા ?
•શું ગોરવાના વિસ્તારો વિશ્વામિત્રીના પુરના કારણે ડુંબ્યા ?
•શું અલકાપુરીના વિસ્તારો વિશ્વામિત્રીના પુરના કારણે ડુંબ્યા ?
•શું સુભાનપૂરા / ઇલોરાંપાર્કના વિસ્તારો વિશ્વામિત્રીના પુરના કારણે ડુંબ્યા ?
•શું વાઘોડિયા /આજવા રોડના વિસ્તારો વિશ્વામિત્રીના પુરના કારણે ડુંબ્યા ?
•શું નવાયાર્ડ/રેલ્વે કોલોનીનીના વિસ્તારો વિશ્વામિત્રીના પુરના કારણે ડુંબ્યા ?
•શું ગોત્રીના વિસ્તારો વિશ્વામિત્રીના પુરના કારણે ડુંબ્યા ?
•શું છાણી જકાતનાકાના વિસ્તારો વિશ્વામિત્રીના પુરના કારણે ડુંબ્યા ?
•શું છાણીગામ બાજવા રોડ,GSFCના વિસ્તારો વિશ્વામિત્રીના પુરના કારણે ડુંબ્યા ?
•શું તાંદળજા /ઓલ્ડ પાદરાના વિસ્તારો વિશ્વામિત્રીના પુરના કારણે ડુંબ્યા?
8.વિશ્વામિત્રી નદી પંચમહાલ જિલ્લા, વડોદરા શહેર અને જિલ્લા અને ભરુચ જિલ્લાના વિસ્તારોમાંથી પસાર થાય છે. વિશ્વામિત્રી નદી પાવાગઢથી નીકળી ૧૩૫ કી.મી.માં ઢાઢર નદી, ખાનપુર નદીઓને મળી ખંભાતના અખાતમાં વિલીન થાય છે. આ નદી આ પુનઃઉત્થાન અને પૂર નિયંત્રણ માટે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના થાય તેવી માંગણી છે.
9.વડોદરામાં વરસાદ અને માનવસર્જિત પૂરના કારણે થયેલી તારાજીમાં કરોડો નુકશાન થયું છે. જેથી તમામ અસરગ્રસ્ત લોકોને વળતર અને કેશડોલ આપવાની માંગણી કરીએ છીએ. જેમાં કાચા-પાકા મકાનોવાળા, આર્થિક ગરીબ વર્ગ સાથે મિડલ ઇન્કમ વર્ગની સોસાયટીઓ જેમાં નાગરિકોને ઘરમાં પાણી ઘુસી જવાથી ઘરવખરીઓમાં કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. જેમને પણ વળતર આપવાની માંગણી કરીએ છીએ.
10.વિશ્વામિત્રી નદીનો વડોદરા શહેરને આવરી લેતો ૩૫-કીમીનો પટ અને તેના તમામ કાંસો/કોતરોનો વિસ્તાર (એરિયાઅને પટ) જાહેર કરવામાં આવે. અને જેમાં જેમાં સરકારી કે ગેરસરકારી થયેલા દબાણો/પુરાણ દૂર કરવામાં આવે.
11.વિશ્વામિત્રી નદી અને સાથે સંકળાયેલા તળાવો, કાંસો-કોતરો તથા ભૂખી કાંસ, મસિયા કાંસ, રૂપારેલના કાંસોમાં કોર્પો.અને ખાનગી લોકો દ્વારા કરેલા પુરાણો વિશે રજૂઆત કરેલ છે. તેને દૂર કરવામાં આવ્યા નથી આ બાબતે ગુજરાત સરકાર દ્વારા તેમજ જીપીસીબી દ્વારા કોર્પોને નોટિસ આદેશ આપવામાં આવેલા છતાં પણ આજની તારીખે પણ આ પુરાણોના ઢગલા દૂર કરવામાં આવ્યા નથી. જેના પુરાવા આ સાથે સામેલ છે. અને સરકારે આ બાબતે જવાબદાર સામે પગલાં લેવા અને સત્વરે પુરાણોના તમામ ઢગલા જેમાં કન્સ્ટ્રકશન અને ડિમોલિશન કચરાને પણ દૂર કરવા માટે તાત્કાલિક કાર્યવાહીની સૂચના આપવામાં આવે
12.વિશ્વામિત્રી નદીમાં સંજયનગર સમા ખાતે અગોરા મોલના દ્વારા સરકારી જમીન અને નદીમાં 1-લાખ ચો. ફૂટ નદીમાં પુરાણ કરીને ગેરકાયદેસર રીતે ૭-મીટર જાડી દીવાલ બાંધેલ છે. જેના સત્તાવાર પુરાવાઓ છે
13.ઓડનગર, બેન્કર્સ હોસ્પિટલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બાલાજી ગ્રૂપ દ્વારા ગેરકાયદેસર રીતે કુદરતી પાણીનો કાંસ અને વરસાદી પાણી જવાના વહેણ પર દબાણ કરીને નાની ચેનલ બનાવી ઢાંકીને તેના પર કોર્પો.દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે.તે તદન ગેરકાયદેસર છે. કુદરતી કાંસ પૂરવાનો ગુન્હો કરેલ છે અને આ કાંસને પુરવાથી ઓડનગરની પાછળની આશરે 50થી વધારે સોસાયટીના મકાનોમાં અને દુકાનોમાં પહેલીવાર વરસાદના પાણી ઘુસી ગયા છે. અને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. આ બાબતે આ તાત્કાલિક કાંસને ખુલ્લો કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ અને બિલ્ડર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
તેવી માગ કોંગ્રેસ ના કોર્પોરેટર અમી રાવતે કરી છે.
Reporter: admin