News Portal...

Breaking News :

શારીરિક સુખ ભોગવ્યા બાદ પ્રેમીએ લગ્નનો ઇન્કાર કરતાં બળાત્કારની ફરિયાદ

2024-04-27 16:15:58
શારીરિક સુખ ભોગવ્યા બાદ પ્રેમીએ લગ્નનો ઇન્કાર કરતાં બળાત્કારની ફરિયાદ

વડોદરામાં રહેતી એક યુવતી સાથે સાત વર્ષ સુધી સંબંધ રાખ્યા બાદ પ્રેમીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ પોલીસને કહ્યું છે કે, વર્ષ 2017 માં મારે ખંભાતના ગોલાણા ગામે રહેતા અજય દેવાભાઈ અલગોતર સાથે પરિચય થયા બાદ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. અજયે મને લગ્ન કરવાની ખાતરી આપી હોવાથી તેનામાં ભરોસો રાખી તેની સાથે હરતી ફરતી હતી. આ દરમિયાન તે મને પાવાગઢ અને વડોદરાની જુદી જુદી હોટલોમાં લઈ જતો હતો અને મારી મરજી વિરુદ્ધ શારીરિકસંબંધ રાખતો હતો. અજય મારા ઘરે પણ આવતો હતો અને ત્યાં પણ મારી સાથે સંબંધ બાંધતો હતો. પરંતુ ત્યારબાદ તેણે લગ્નનો ઇનકાર કરી દીધો છે. જેથી ફતેગંજ પોલીસે અજય સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Reporter: News Plus

Related Post