વડોદરા : વધતા જતા ટોલટેક્સના ભાવ વધારાને લઇ આજ રોજ આમઆદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી વિરોધ દર્શાવામાં આવ્યો હતો.

નેશનલ હાઈવે પર આવેલ કરજણ ખાતે ટોલટેક્સમાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને ત્યાંથી પસાર થતી દરેક ગાડીમાં પહેલા ૨૪ ક્લાક દરમ્યાન એક વખત રિટર્ન ટોલટેક્સ કપાતો હતો હવે જેટલી વખત ગાડી અવરજવર કરે છે એટલી વખત વારે વારે ટોલટેક્સ ફાસ્ટેગ માંથી કપાય છે જેનો વિરોધ આજ રોજ આમઆદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીએ કરવામાં આવ્યો હતો. જાહેર જનતા જ્યારે નવી ગાડી લે છે ત્યારે ટેક્સ તો આપે છે

પરંતુ ત્યારબાદ ટોલટેક્સના નામે પણ વારંવાર જનતાના ખિસ્સા કપાય છે અને ટોલટેક્સ લીધા પછી પણ રોડ રસ્તાના કારણે ખૂબ ગંભીર અકસ્માત પણ થાય છે અને આજે પણ રોડ પર ખૂબ ખાડા છે જે તદ્દન શરમજનક વાત છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા આગામી દિન સાતમાં જો આ ટોલટેક્સ પર ૨૪ ક્લાક દરમ્યાન એક વખત ટોલટેક્સ નહીં થાય અને ભાવ વધારો પાછો નહિ ખેંચાય તો આદમી પાર્ટી દ્વારા જનતાને સાથે રાખી ગાંધી ચિંધ્યા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.




Reporter: